ક્રાઇમ:સોમજ દેલવાડા ગામમાં લીઝના રસ્તા માટે ફાયરિંગ થવાની ઘટના

કરજણ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી પણ કાંઇ મળ્યું નહીં

કરજણ તાલુકાના સોમજ દેલવાડા ગામે લીઝના રસ્તા બાબતે લીઝધારકો વચ્યે બોલાચાલી થવા પામી હતી. બાદમાં ફાયરીંગ થયાની ચર્ચાઓ ચાલી હતી. જેમા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પોહંચી જઈ તપાસ કરતા આવી કોઈ ઘટના બની હોવાની કોઈ માહિતી કે ફરિયાદ પણ નોંધાયેલી નથી.

કરજણ તાલુકાના નર્મદા નદી કાંઠે આવેલી રેતીની લીઝો પર લીઝ માફિયાઓ દ્વારા ઘણી વખત હથિયારો નીકળવાની ઘટનાઓ અગાઉ બનેલી છે અને સ્થાનિકોને હથિયાર બતાવી ધમકી આપવાની ઘટનાઓ અગાઇ બનેલ છે. જેમાં સોમજ દેલવાડા ગામે લીઝો પર જવાના રસ્તા બાબતે બે જૂથો વચ્યે ઝગડો થયા બાદ ફાયરીંગ થયું હોવાની ઘટના બની હોવાની કોલ ચર્ચાએ નારેશ્વર પંથકમાં જોર પકડ્યું હતું. આ બાબતે કરજણ પોલીસ પણ તત્કાલિક સોમજ દેલવાડા ગામે ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા ત્યા કોઈ મળી આવેલુ નથી.

ફાયરિંગની જગ્યાએ કાંઇ મળ્યંુ નથી
સોમજ દેલવાડા ગામે પોહંચી તપાસ કરતા ત્યા કોઈ મળી આવેલો નથી કે કોઈ ફાયરીંગની ઘટના બની હોઇ એવુ જણાઈ આવેલું નથી. તપાસ કરવા છતાં કાંઈ મળ્યુ નથી કે કોઈ ફરિયાદ પણ મળેલી નથી. > પી આઈ એમ એ પટેલ, કરજણ પોલીસ સ્ટેશન

અન્ય સમાચારો પણ છે...