તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તસ્કરી:ધામણજામાં બે મકાનોમાં રૂા. 3 લાખની મતાની ચોરી

કરજણ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
ચોરોએ તીજોરીમાંથી રોકડ સહિત દાગીનાની ચોરી કરી હતી. - Divya Bhaskar
ચોરોએ તીજોરીમાંથી રોકડ સહિત દાગીનાની ચોરી કરી હતી.
 • બે ખેડૂતોના મકાનમાં ગત રાત્રીએ તસ્કરો ત્રાટક્યા, તીજોરીમાંથી રોકડ સહિત દાગીના ચોરી ગયા

કરજણ તાલુકાના ધામણજા ગામે બે ખેડૂતોના મકાનમાં ગત રાત્રીએ તસ્કરો ત્રાટક્યા હતા. જેમાં તીજોરીમાં મૂકેલ રોકડા રૂપીયા અને સોનાચાંદીના દાગીના મળીને બન્ને મકાનોમાંથી કુલ 301000ના મુદ્દામાલની ચોરીથવા પામી હતી. પોલીસે ચોરીનું પગેરૂ શોધવા કવાયત હાથ ધરી છે. આમ કરજણમાં વાહન ચોરીઓ હજુ અટકી નથી. ત્યાંતો ઘરફોડ ચોરીઓ શરુ થઈ ગઈ છે.કરજણ તાલુકાના ઘામણજા ગામમાં ગત તારીખ 2 ડિસેમ્બરની મોંડી રાત્રે વડ ફળિયામાં રહેતા સંજય સિંહ બળવંત સિંહ રાઠોડ ખેતી કરી પોતાનું ગુજરાત ચલાવે છે. દરમિયાન તારીખ બીજી એતેઓ રાત્રે ખેતરમાં પાણી મુકવા ગયાં હતાં. દરમિયાન રાત્રે 11/45 કલાકથી સવારના 6 વાગ્યા સુધીમાં અજાણ્યા ચોર ઈસમોએ તેઓના ઘરના પાછળની જાળી ખોલી ઘરમાં પ્રવેશે કરી સેટી પરના ગાદલા નીચે મોકલી તિજોરીની ચાવી વડે તિજોરી ખોલી અંદર સોનાના દાગીનાની કિંમત આશરે 220000 તેમજ રોકડ 6 હજારની ચોરી કરી હતી.

બાજુના મોટા ફળિયામાં રહેતા જશવંતસિંહ રાયસિંહ રાઠોડના ઘરના આગળના દરવાજો ખોલી તિજોરીમાં મુકેલા સોનાની વીંટી નગ 3 દોઢ તોલાની કિંમત 45 હજાર કાનની બુટ્ટી નંગ 1 એક તોલાની કિંમત 30,000 મળી બે ઘરમાં પ્રવેશી તિજોરી ખોલી સોનાચાંદીના દાગીના અને રોકડા રૂપીયા આમ કુલ મળી 301000 માલની ચોરી થતા કરજણ પોલીસ સ્ટેશને ફરિયાદ કરવામાં આવતા પોલીસે ચોરીનું પગેરૂ શોધવા કવાયત હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો