હાલાકી:કરજણ સ્થિત પોસ્ટ ઓફિસમાં સર્વર ડાઉન રહેતાં ગ્રાહકોને પરેશાન બન્યાં

કરજણ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડિજિટલ યુગમાં પણ ગ્રાહકોને લાઇનમાં ઊભા રહેવાનો વારો

કરજણ પોસ્ટ ઓફિસમાં રોજના અનેક ગ્રાહકો લેવડ દેવડ કરવા આવે છે. તેઓ રિકરિંગ અને સેવિંગ્સના એકાઉન્ટ્સ ધરાવે છે. પરંતુ કરજણ પોસ્ટ ઓફિસનું સર્વર ડાઉન રહેતાં ગ્રાહકોને ડિજિટલ ઇન્ડિયાના યુગમાં પણ કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાનો વારો આવે છે.

કરજણ પોસ્ટ ઓફિસમાં ખાસ કરીને સિનિયર સિટિઝનો અને પેન્શન ધારકો પોતાના સેવિંગ એકાઉન્ટ અને ફિક્સ ડિપોઝિટના ખાતા ધરાવે છે. આ ગ્રાહકો પોસ્ટ ઓફિસમાં પોતાના એકાઉન્ટની લેવડદેવડ માટે જાય છે. ત્યારે પોસ્ટ ઓફિસની તમામ કામગીરી ઓનલાઇન હોઇ ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત તમામ કામગીરી ઓનલાઇન હોવાથી ગ્રાહકોને સર્વર ડાઉન હોવાના કારણે પારાવાર મુશ્કેલીઓ વેઠવાનો વારો આવે છે.

ખાતામાં પૈસા જમા કરાવવા કે ઉપાડ્યા બાદ પાસબુકમાં એન્ટ્રી પણ પડતી નથી. અને કલાકો સુધી લેવડદેવડ માટે રાહ જોવાનો વારો આવે છે. ડિજિટલ ઇન્ડિયાના યુગમાં પણ ગ્રાહકોને આ રીતે મુશ્કેલી પડી રહી છે. એમાં પણ ખાસ કરીને સિનિયર સિટિઝન અને પેન્શન ધારોકોને હાલાકી વેઠવી પડે છે. સ્લો ચાલતા સર્વરની સમસ્યા તાત્કાલિક હલ કરવામાં આવે એવી ગ્રાહકોની માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...