ભાસ્કર વિશેષ:નારેશ્વરમાં સમૂહ જનોઈમાં 118 બટુકોએ જનોઈ ધારણ કરી

કરજણ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
નારેશ્વર ખાતે યોજાયેલા સમૂહ જનોઈના કાર્યક્રમમાં 118 બટુકોએ જનોઈ ધારણ કરી હતી. - Divya Bhaskar
નારેશ્વર ખાતે યોજાયેલા સમૂહ જનોઈના કાર્યક્રમમાં 118 બટુકોએ જનોઈ ધારણ કરી હતી.
  • શ્રી રંગ અવધૂત ટ્રસ્ટ દ્વારા 2006થી નિ:શુલ્ક સમૂહ જનોઈનો કાર્યક્રમ યોજાય છે

કરજણ તાલુકાના પ્રસિદ્ધ યાત્રાધામ નારેશ્વર ખાતે આવેલ શ્રી રંગ અવધૂત સેવા ટ્રસ્ટ દ્વારા સમૂહ જનોઈનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત ભરમાંથી 118 બટુકોએ યજ્ઞોપવિત ધારણ કર્યું હતું. જેમાં નારેશ્વર દેવસ્થાન ટ્રસ્ટના ટ્રસ્ટી તેમજ 118 બટુકોના સગસંબંધી અને શ્રી રંગ પરીવારના ભક્તો હાજર રહ્યા હતા.

પ્રસિધ્ધ યાત્રાધામ નારેશ્વર ખાતે નારેશ્વર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા 2006થી નિઃશુલ્ક સમૂહ જનોઈનો કાર્યક્રમ યોજવામાં આવે છે. જેમાં ચાલુ વર્ષે પણ સમૂહ જનોઈનું શુક્રવારના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત ભરમાંથી સમૂહ જનોઈમાં 118 બટુકોએ જનોઈ ધારણ કરી હતી.

અત્યાર સુધીમાં 900 બટુકોએ જનોઈ ધરણા કરી છે. જેમાં નારેશ્વર દેવસ્થાન ટ્રસ્ટના ટ્રસ્ટી યોગેશભાઈ વ્યાસ, વસંતીબેન, વિરંચિપ્રસાદ અને નવા નિમાયેલ ટ્રસ્ટી અને ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ, સાયરના માજી સરપંચ ઇન્દુસિંહ હાજર રહ્યા હતા. જ્યારે 118 બટુકોના સગાસંબંધીઓ અને શ્રી રંગ પરીવારના ભક્તો સમૂહ જનોઈમાં હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...