કરજણ તાલુકાના પ્રસિદ્ધ યાત્રાધામ નારેશ્વર ખાતે 18 ગામ માછી સમાજનો 17 મો સમૂહ લગ્ન યોજાયો હતો. જેમાં કરજણ તાલુકા અને શિનોર તાલુકા તેમજ નર્મદા નદીને સામે કિનારેથી આવેલા 18 ગામનો સમાજ સમૂહ લગ્નમાં જોડાયો હતો. જેમાં કુલ 13 નવયુગલોએ પ્રભુતામાં પગલા માંડયા હતા.
ગુરુવારે રાત્રે ભવ્ય ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ શુક્રવારે સવારથી લગ્નની વિધિ શરૂ થવા પામી હતી. જેમાં 18 ગામમાંથી 13 નવયુગલોએ પ્રભુતામાં પગલા માંડયા હતા. આમ નારેશ્વર મોટી સંખ્યામાં માછી સમાજ એકત્રિત થવો હોવાથી 4 દિવસ સામે રેતીની લીઝો બંધ રાખવામાં આવી હતી.
સમૂહ લગ્નમાં કરજણ-શિનોરના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ કમીક્ષાબેમ પટેલ, જિલ્લા પંચાયત સભ્ય તાલુકા પંચાયત સભ્ય, તાલુકા ભાજપા મહામંત્રી બીરેન પટેલ તેમજ નારેશ્વર ટ્રસ્ટના ટ્રસ્ટી યોગેશભાઈ વ્યાસ, ઇન્દ્રાસિંહ પરમાર મોટિકોરલ પુનિત આશ્રમના ટ્રસ્ટી યોગેશભાઈ પુરોહિત તેમજ સરપંચો હાજર રહ્યા હતા.
સમાજનથી કુરિવાજો દૂર થાય અને એકજ મંડપ નીચે સમાજ એકત્રિત થાય, જમણવાડનો ખર્ચ પણ ઓછો થાય અને સમાજની એક્તા વધે એ આશયથી સમૂહ લગ્ન યોજ્ય છે. જ્યારે સમૂહ લગ્નમાં બ્લડ ડોનેટ કેમ્પમાં 200 જેટલા યુવાનોને બ્લડ ડોનેટ કર્યું હતું. અને એક સમાજ સેવાનું ઉદાહરણ પુરૂ પાડ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.