ફરિયાદ:કરજણમાં મહિલાએ વધુ એકને હની ટ્રેપમાં ફસાવીને લૂંટી લીધો

કરજણ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ પિતા-પુત્રને હની ટ્રેપનો શિકાર બનાવ્યા હતા

કરજણ નગરમાં પિતા અને પુત્રને હની ટ્રેપનો ભોગ બનાવ્યા બાદ મહિલાએ વધુ એક કર્મચારીને ભોગ બનાવ્યો હતો.કરજણ નગરમાં છેલ્લા ઘણા મહિનાઓથી બહારથી આવીને ભાડાના મકાનમાં રહેતી એક મહિલાએ બુધવારે પિતા-પુત્રને હનીટ્રેપનો ભોગ બનાવીને પિતા પાસેથી સમાધાન પેટે રૂપિયા પડાવ્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યા બાદ વધુ એક કિસ્સો બહાર આવ્યો છે. જેમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં નોકરી કરતા એક કર્મચારીને મહિલાએ પોતાના ઘરે બોલાવ્યો હતો.

ઘરમાં પ્રવેશતાં જ કર્મચારી કંઈ સમજે એ પહેલાં ઘરના દરવાજા બંધ કરી મહિલાએ કર્મચારીના બીભસ્ત વીડિયો અને ફોટા પાડીને તેને ફસાવી દીધો હતો. બાદમાં કેટલાક આગેવાનો દ્વારા 1 લાખ રૂપિયામાં મામલો થાળે પાડવામાં આવ્યો હતો. આમ પિતા પુત્ર બાદ વધુ એક વ્યક્તિ હનીટ્રેપનો ભોગ બની હતી. આ મહિલા સમાજના નામચીન અને નોકરિયાત વર્ગના સારા ઘરના લોકોને ફસાવીને રૂપિયા પડાવતી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પરંતુ ભોગ બનેલા ઈસમો સમાજમાં ઇજ્જત જવાના ડરથી પોલીસ ફરિયાદ કરવાનું ટાળતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...