કરજણ નગરમાં હાલમાં દબાણો દૂર કરવા બાબતનો વિવાદ વધુ વકર્યો છે અને દબાણો બાબતે પાલિકા સભ્યો પર આક્ષેપો પણ લગાવવામાં આવ્યા હતા. ત્યારે કરજણ નગરપાલિકા દ્વારા બીજા દિવસે કરજણ નવા બજાર વિસ્તારમાં જલારામ ચોકડી પર લારી ગલ્લા મૂકીને સરકારી જગ્યા રોકીને એને ભાડે આપીને સરકારી જગ્યા પરથી ભાડું પણ ઉઘરાવવામાં આવતું હોવાનું જાણવા મળેલ છે. આવ કરજણ નગરમાં અનેક દબાણો છે જે પરપ્રાંતિયોને સરકારી જગ્યાઓ ભાડે આપેલી છે.
દબાણો હટાવ્યાના બીજા દિવસે પણ કરજણ નગરપાલિકા દ્વારા કરજણ જલારામ ચોકડી પાસેના રોડની આજુબાજુમાં આવેલ લારી ગલ્લાઓના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. જ્યારે લોક ચર્ચા મુજબ જલારામ ચોકડી પાસેના રોડની બાજુમાં આવેલી સરકારી જગ્યામાં કેટલાક ઈસમો દ્વારા માટી પુરાણ કરીને એ જગ્યામાં માત્રા લારી મુકી દીધા બાદ આ સરકારી જગ્યા પરપ્રાંતિયોને નાસ્તાનો ધંધો કરવા માટે 3500થી 4000 રૂપિયા મહિનાનું ભાડું વસૂલ કરવામાં આવતું હતું.
આમ સરકારી જગ્યા કરજણના કેટલા ઈસમો ભાડે આપી કમાણી કરતા હતા. હવે કાયમી ધોરણે રોડની બાજુમાં આવેલી જગ્યાઓ ખુલ્લી રહે અને ફરી પાછા દબાણો ન થાય એવી લોકમાંગ ઉઠવા પામી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.