હવામાન વિભાગ પવન સાથે માવઠું થશે એવી આગાહી કરેલ હોય અને કરજણ પંથકમાં બુધવારે રાત્રે પવનના સુસવાટા સાથે કડાકાને ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. આમ સામાન્ય વરસાદ પડતાની સાથે જ વીજ પુરવઠો ખોરવાઈ જવા પામ્યો હતો. રાત્રિના 9:30 કલાકે વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો અને મળસ્કે 3 કલાકે વીજ પુરવઠો કાર્યરત કરવામાં આવ્યો હતો.
આમ સરકાર દ્વારા અને હવામાન વિભાગ દ્વારા પણ માવઠાની આગોતરી જાહેરાત કરવા છતાં પણ કરજણ મધ્ય ગુજરાત વીજ કંપનીના અધિકારીઓ હેડ ક્વાર્ટર છોડીને જતા રહ્યા હતા. અને હાલમાં ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓ ચાલુ હોવા છતાંય બુધવારે રાત્રે વીજપૂર્વઠો ખોવાઈ જતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં વીજ કંપનીના અંધેર વહીવટને લઈને ઉગ્ર રોશ ફેલાયો છે.
આમ દર રવિવારે વીજ સમારકામનું બહાનુ બતાવતી વીજ કાપ મૂકવામાં આવે છે. આમ અધિકારીઓ આડેદિવસે રાત્રે હેડક્વાર્ટર હાજર રહેતા નથી. પરંતુ માવઠાની આગોતરી જાણ હોવા છતાં પણ અધિકારીઓ પોતાનું હેડકવાટર પર રહેતા નથી અને જતા રહે છે. જેનો ભોગ કરજણ નગરની જનતાને બનવાનો વારો આવ્યો છે. આમ કાયમી ધોરોણે વીજળીની સમસ્યા હલ કરવામાં આવે એવી કરજણ નવા બજાર વિસ્તારના રહીશોની માંગ ઉઠવા પામી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.