હનીટ્રેપ:કરજણમાં પિતા-પુત્ર હનીટ્રેપનો શિકાર એક યુવકને પણ ફ્રેન્ડશિપ કરી ફસાવાયો

કરજણ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કેટલાક ઈસમોને વચ્ચે નાખીને લેવડ દેવડ કરી મામલો થાળે પાડી દેવાયો
  • યુવાનો​​​​​​​ હનીટ્રેપના શિકાર બન્યા છે, પરંતુ સમાજના ડરથી ફરિયાદ થતી નથી

કરજણ નગરમાં પિતા અને પુત્ર અને હનીટ્રેપમાં ફસાવીને તેમની પાસેથી મિલકત લખાવી લેવાની માગણી કરવામાં આવી હતી, પરંતુ સમાજના ડરને કારણે વેપારી પિતાએ કેટલાક ઈસમોને વચ્ચે નાખીને લેવડ દેવડ કરી મામલો થાળે પાડી દેવામાં આવ્યો હતો. જ્યારે બીજી તરફ એક યુવકને ફ્રેન્ડશીપના બહાને વીડિયો કોલ કરીને વીડિયો બનાવી ફસાવી દેવાની ધમકી આપવામાં આવી હતી.

ફેસબુક પર ફ્રેન્ડશિપ રિક્વેસ્ટ મોકલીને કેટલીક મહિલાઓ યુવાનો સાથે મિત્રતા કેળવી મિત્રતા બાદ પ્રેમની વાતો કરી યુવકને વિશ્વાસમાં લઈને યુવક સાથે એકાંતમા વીડિયો કૉૢકોલ કરી એ વીડિયો કોલનું રેકોર્ડિંગ કરીને એ વીડિયો ક્લિપ યુવકને મોકલી બેંક એકાઉન્ટમાં રૂપિયા નાખવાની માગણી કરવામાં આવે છે અને માગણી ના પૂરી કરેતો વીડિયો રેકોર્ડિંગ યુવકના મિત્રોમાં વાયરલ કરી દેવાની ધમકી આપવામાં આવે છે. આવો જ એક કિસ્સો કરજણમાં બનવા પામ્યો છે.

અગાઉ પણ આવા અનેક કિસ્સાઓ બન્યા છે, પરંતુ સમાજના ડરથી યુવકો ફરિયાદ કરવાનું ટાળતા હોય છે. કરજણ નગરમાં પણ વેપારી કોઈપણ હિસાબે મહિલાથી પીછો છોડાવવા માટે કેટલાક ઈસમોને વચ્ચે નાખીને આ મામલાને પર પડદો પાડી દેવામાં આવ્યો હતો. જ્યારે કેટલાક લોકોમાં ચાલતી કોલ ચર્ચા મુજબ 15 લાખ રૂપિયા જેટલી માતબર રકમથી મામલો ખાનગી રાહે જ પતાવી દેવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...