પોલીસ તપાસ:બામણગામના હોરીઝોન ઈન્ડ. પાર્કમાં દરોડા, વધુ એક ગોડાઉનમાંથી 15 લાખનો દારૂ પકડાયો

કરજણએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કરજણ પોલીસ સ્ટેશનના પીએસઆઈ અને જવાનો દ્વારા 17 ઓક્ટોમ્બરના રાત્રે બામણગામ નેશનલ હાઈવે 48ને અડીને આવેલ હોરીઝોન ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાંથી વિદેશી દારૂનું ગોડાઉન જડપી પાડ્યું હતું. જેમાં પોલીસે ગોડાઉનમાં તાડપત્રી ઢાંકીને પાર્ક કરેલ મહેન્દ્ર પીકઅપમાં અને ગોડાઉનમાંથી કુલ મળીને વિદેશી દારૂની 323 નંગ પેટી 4524 નંગ બોટલો કિંમત 1550400 અને મહેન્દ્ર પીકઅપ ટેમ્પાની કિંમત 500000 આમ કુલ મળીને પોલીસે 2050400નો મુદ્દામાલ સાથે બે આરોપીઓ ને ઝડપી પાડયા હતા.

કરજણ પોલીસ 17 ઓક્ટોમ્બરના રોજ કરજણ પોલીસ બામણગામ પાસે નેશનલ હાઈવે 48 પર ગોડાઉન ચેકીંગમાં હતા. ત્યારે ગોડાઉન નંબર 151ના કંપાઉન્ડમાં પાર્ક કરેલ પીકઅપ ટેમ્પો નંબર જી જે 6 એ ઝેડ 6138 તાડપત્રી ઢકી પાર્ક કરેલ હતો. જેમાં વિદેશી દારૂની પેટીઓ ભરેલી હતી. પોલીસે ગોડાઉનમાં તપાસ કરતા ગોડાઉનમાંથી પણ વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી. આમ કરજણ પોલીસને વિદેશી દારૂની કુલ 323 નંગ પેટી 4524 નંગ બોટલો કિંમત 1550400 અને મહેન્દ્ર પીકઅપ ટેમ્પાની કિંમત 500000 આમ કુલ મળીને પોલીસે 2050400નો મુદ્દામાલ સાથે મોહન રામ મહીડા રહે. ઉપલીનાર, તા. ઝૂપેલથાના જી. બાસવાડા રાજસ્થાન અને જીતેન્દ્ર ઉર્ફે ભદો મનજીભાઈ રાઠોડ રહે. રાણીકા, ભાવનગરની ધડપકડ કરવામાં આવેલી છે.

જ્યારે ભાડેથી ગોડાઉન રાખનાર નાગદાન ગઢવી ટેમ્પાનો ડ્રાઇવર અને વિદેશી દારૂનો જથ્થો લાવનાર કન્ટેનરનો ડ્રાઇવર આમ કુલ 5 સામે કરજણ પોલીસે પ્રોહીબીશન મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...