તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના:વેમારમાં પોઝિટિવ કેસ આવતા 21ને હોમ ક્વોરન્ટીન કરાયા, અલકાપુરી-રબારીવાસ વિસ્તારને બફર ઝોન જાહેર કરાયો

કરજણ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ઘરના 5 સભ્યોને વરણામા ખાતે ક્વોરન્ટીન હોમમાં ખસેડાયા

કરજણ તાલુકાના વેમાર ગામના શાકભાજીનો વ્યવસાય કરતા સૂલેમાન અબ્દુલભાઈ મેમણ ઉ.વ. 62નાઓનો કોરોના પોઝેટીવ આવતા સોમવાર રાતથી તંત્ર હરકતમાં આવ્યું અને અલકાપુરી વિસ્તારના 250 મકાનો બફર ઝોન જાહેર કરી વિસ્તાર બંધ કરી દેવામાં આવ્યો છે. જ્યારે સુલેમાન મેમણને આજવા વડોદરા ખાતે સારવાર માટે ખસેડેલ છે. જ્યારે એમના ઘરના 5 સભ્યોને વરણામાં ખાતે કોરન્ટીન હોમમાં કોરન્ટાઇન કરાવવામાં આવેલ છે. જ્યારે એમના સમપર્કમાં આવેલ 16 ઈસમો ને હોમ કોરન્ટીન કરવામાં આવેલ છે.
મેડિકલ કર્મચારીઓને  સેનેટાઈઝરની બોટલો અને માસ્ક આપવમાં આવ્યા
સુલેમાન અબ્દુલભાઈ મેમણનો કોરોના પોઝેટીવ રીપોર્ટ આવતા સોમવારે રાત્રે આરોગ્ય ખાતા દ્વારા વડોદરા આજવા ખાતે સારવાર માટે ખસેડવામાં આવેલ છે. જ્યારે અલકાપુરી અને રબારીવાસના કુલ 250 મકાનોને બફર ઝોન જાહેર કરી બંધ કરવામાં આવેલ છે. આમ આરોગ્ય ખાતા દ્વાર વેમાર ગામે સર્વે કામગીરી હાથ ધરેલ છે. જ્યારે કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ અને જિલ્લા આરોગ્ય સમિતીના ચેરમેન નીલાબેન ઉપાધ્યાય વેમાર ખાતે પોહંચી ફરજ બજાવતા પોલીસ જવાનો અને મેડિકલ કર્મચારીઓને  સેનેટાઈઝરની બોટલો અને માસ્ક આપવમાં આવ્યા હતા. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો