ટ્રાફિકજામ:કરજણના જૂના ઓવરબ્રિજ પર મનાઇ છતાં ભારદારી વાહનો ઘૂસ્યા, એંગલ તોડતાં ટ્રાફિકજામ

કરજણ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
કરજણ ઓવર બ્રીજ પર કન્ટેનરે  એંગલ તોડી નાખી હતી. - Divya Bhaskar
કરજણ ઓવર બ્રીજ પર કન્ટેનરે એંગલ તોડી નાખી હતી.
  • સમારકામ કરવાને લઇને ઓવરબ્રિજ બંધ હતો

કરજણ નવા બજાર અને જૂના બજારને જોરદાર રેલવે પરના જૂના ઓવરબ્રિજનું સમારકામ કરવાનું હોવાથી જુના ઓવરબ્રીજ પર ભારદારી વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને બંને બાજુએ લોખંડની એંગલો મારી દેવામાં આવી છે છતાં પણ ભારદારી વાહનો પસાર થતા હોવાથી બુધવારે રાત્રે એક કન્ટેનર ઘૂસી જતાં એંગલ તૂટી જતા સવારથી જ બ્રિજ પર ટ્રાફિકજામ થઇ જવા પામ્યો હતો, જ્યારે કન્ટેનર ખસેડીને એંગલનું સમારકામ કરી ફરી મારવામાં આવી ત્યારે વાહન વ્યવહાર કાર્યરત કરવામાં આવ્યો હતો.

કરજણ નવા બજાર અને જૂના બજારને જોડતા રેલ્વે ઉપર આવેલો જૂનો ઓવર બ્રીજ જર્જરિત હાલતમાં હોઇ જેમાં જૂના ઓવરબીજનું સમારકામ કરવાને લઈને કરજણ નવા બજાર, જુના બજારને જોડતા જુના ઓવર બ્રિજ પર ભારદારી વાહનો માટે અચોક્કસ મુદ્દત માટે બંધ કરવામાં આવ્યો છે અને બ્રીજની બન્ને બાજુએ એંગલ મારી દેવામાં આવ્યા છે પરંતુ એંગલો ઉંચી મારેલી હોવાથી ભારદારી વાહનો બ્રીજ પરથી પસાર થઇ રહ્યા છે.

જેમાં બુધવારે રાત્રે એક કન્ટેનર જુના ઓવરબ્રિજ પરથી પસાર થઈ રહ્યું હતું ત્યારે એંગલમાં અથડાઈ જવાથી એંગલ તૂટી જવા પામી હતી અને કેબીનના ભાગની પાછળ એંગલ ફસાઈ જવા પામી હતી, જેને લઇને ગુરુવારે સવારે જુના ઓવરબ્રીજ પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. આમ ભારદારી વાહનો માટે બંધ કરેલા બ્રિજ પર એંગલ ઉંચી મારેલ હોવાને કારણે ભારદારી વાહનો પસાર થઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...