તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કરજણ પંથક સહિત જિલ્લામાં છેલ્લા 10 દિવસથી રાત્રે ઠંડીનો માહોલ છવાયો હતો ત્યારે લાગતું હતું કે હવે શિયાળાનો આરંભ શરૂ થઇ જશે. પરંતુ બે દિવસથી વાતવરણમાં ફરી પલટો આવ્યો છે અને એકદમ ગરમીનું પ્રમાણ વધી ગયું. હવે રાત્રે પણ ગરમીનો સામનો કરવા પંખા, એસી ચાલુ કરવા પડે છે. આમ પહેલાં ઠંડી અને હવે ગરમી આમ વાતવરણ પલટાતું રહેતું હોવાથી જિલ્લામાં ઠેર ઠેર શરદી, ખાંસીનું પ્રમાણ વધવા પામ્યું છે.
કરજણ પંથકમાં છેલ્લા 10 દિવસથી વાતવરણમાં રાત્રે અને સવારે એકદમ ઠંડી છવાઈ જતી હતી. બપોરે સામાન્ય ગરમી રહેતી હતી. જેથી લોકોએ ગરમી સામે રક્ષણ મેળવવા ગરમ વસ્ત્રોનો સહારો લેવાનો વારો આવ્યો હતો. જ્યારે હાલમાં છેલ્લા બે દિવસથી વાતવરણમાં એકદમ પલટો આવી જવા પામ્યો છે અને અચાનક ગરમીનું પ્રમાણ વધી જવા પામ્યું છે. રાત્રે લોકોને ગરમી સામે રક્ષણ મેળવવા પંખા અને એસીનો સહારો લેવાનો વારો આવ્યો હતો.
આમ વાતવરણમાં ઠંડી બાદ ગરમી પડવાથી લોકોમાં શરદી-ખાંસીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. સામાન્ય રીતે દિવાળીના સમયે શિયાળો તેની ગતિ પકડી લેતો હોય છે. પરંતુ આ વખતે થોડી ઝલક બતાવી ફરી પાછી ઢંડી ગાયબ થઇ જતાં ગરમીએ તેનું સ્થાન લઇ લીધું છે. જેથી તહેવારના સમયે લોકોને ગરમીના બફારાથી પરેશાન થવાનો વારો આવ્યો છે.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.