ધરપકડ:માલોદમાં અકસ્માત કરી ફરાર ડમ્પર ચાલક ગળતેશ્વરથી ઝબ્બે

કરજણ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે ડમ્પર ચાલકને પકડ્યો

કરજણ તાલુકાના માલોદ ગામ પાસે બાઈક સવાર 3 ઇસમોને અડફેટે લઈ ઘટનાસ્થળે ત્રણના મોત નીપજાવી ભાગી છૂટેલા અજાણ્યા ડમ્પર ચાલકને લઈને કરજણમાં રાજકીય ગરમાવો આવી જવા પામ્યો હતો.

જેને લઇને કરજણ પોલીસે રાહદારીઓના અને ખેત મજૂરોના વર્ણનના આધારે તેમજ નારેશ્વર નજીકના રોડની આજુબાજુના સીસીટીવી ફૂટેજના આધારે કરજણ પોલીસ તપાસ કરતાં કરતાં કુરાલી ચોકડી ખાતેના સીસીટીવી ફુટેજમાં વર્ણન આધારિત ડમ્પર દેખાઈ આવતા ડમ્પરના નંબરના આધારે પોલીસે ખેડા જિલ્લાના ગળતેશ્વર ખાતેથી ડમ્પર નંબર જીજે 17 યુયુ 0538 સાથે ડ્રાઇવર જયંતીભાઈ મંગળભાઈ પરમાર રહે. રામપુરા ગળતેશ્વર જ ચાલકને ઝડપી પાડી પોલીસ સ્ટેશન લઇ તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

આમ કરજણના ધારાસભ્ય અક્ષય પટેલના ડમ્પર હોવાની કેટલા લોકોએ અફવાઓ ફેલાવેલ હતી, જેનો પણ અંત આવી જવા પામ્યો છે.

અન્ય સમાચારો પણ છે...