તસ્કરી:અણસ્તુ ગામ પાસેના પેટ્રોલ પંપ પરથી રૂ. 2 લાખના ડીઝલની ચોરી

કરજણ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પેટ્રોલ પંપનો ફિલર અને વોચમેન સૂઈ ગયા બાદ ચોરોએ ખેલ પાડ્યો
  • ડીઝલ ટાંકીમાંથી 2251 લિટર ડીઝલની ચોરી થતાં પોલીસ ફરિયાદ

કરજણથી પાદરા રોડ પર આવેલ અણસ્તૂગામ પાસેના બાલાજી પેટ્રોલ પંપ રાત્રીના સમયે કોઈ ડીઝલ ટાકીમાંથી 2251 લિટર ડીઝલ કિંમત રૂપિયા 207564 ડીઝલની ચોરીની થતા પેટ્રોલ પંપના સંચાલકે ફરિયાદ કરજણ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. પોલોસે અજાણ્યા ચોર ઈસમો સામે ફરિયાદ નોંધી ડીઝલ ચોરીની તાપસ હાથ ધરેલ છે.

કરજણ પાદરા રોડ પર આવેલ અણસ્તૂગામની સીમમાં આવેલ બાલાજી પેટ્રોલ પંપ પર 16 નવેમ્બરના રાત્રે 2 વાગ્યા બાદ પેટ્રોલ પંપનો ફિલર અને વોચમેન સુઈ ગયા બાદ કોઈ ચોર અજાણ્યા ઈસમોએ ડીઝલની ભુગર્ભ ટાંકીના ડીપ મારવાના પાઇપ ઉપરના ભાગે તાળાવાળું કેપ આંટા સહિત કાઢીનાખી એમાં પાઇપ નાખીને 2251 લિટર ડીઝલ જેની કિંમત રૂપિયા 207564ના ડીઝલની ચોરી કરી હતી. પેટ્રોલ પંપના સંચાલક ભરતભાઈ પટેલે કરજણ પોલીસ સ્ટેશનમાં ડીઝલ ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે ડીઝલ ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરેલ છે.

અન્ય સમાચારો પણ છે...