દારૂનો વેપલો:સાંપા ગામેથી વિદેશી દારૂના જથ્થા સાથે માજી સરપંચ નયન ભીલાલા ઝડપાયો

કરજણ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખેતરની ઓરડીમાંથી દારૂની 472 બોટલો મળી, રૂા. 2.19 લાખનો મુદ્દામાલ જપ્ત

વડોદરા જિલ્લા એલસીબી પોલીસને મળેલી બાતમીના મળેલ કે સાંપા ગામની વસાહતમાં મંજોલા ગામનો વિશાલ ઠાકોર અને સાંપા વસાહતનો નયન ભીલાલા વિદેશી દારૂનો જથ્થો લાવી સાંપા ગામની સીમમાં સુનીલ ભીલાલાના ખેતરની ઓરડીમાં સંતાડેલ છે. પોલીસે સુનીલ ભીલાલાની ખેતરની ઓરડી પાસે પહોંચી ત્યારે ત્યા સાંપા ગામનો માજી સરપંચ નયન ભીલાલા પોતાની અલ્ટો કાર લઈને ઉભો હતો.

પોલીસને ઓરડી ખોલીને જોતા ઓરડીમાંથી વિદેશી દારૂની 472 બોટલો કિંમત 1,14,400 નયન ભીલાલા પાસેથી ઝડપાયેલ મોબાઇલ કિંમત 5000 તેમજ અલ્ટો કારની કિંમત 1,00,000 રૂપિયા આમ કુલ મળીને પોલીસે 2,19,400ના મુદામાલ સાથે સાંપા ગામના માજી સરપંચ નયન ભીલાલાની ધરપકડ કરી છે. જ્યારે વિશાલ ઠાકોર અને સુનીલ ભીલાલાની શોધખોળ આદરી છે.

વડોદરા જિલ્લા એલસીબીને મળેલી બાતમીના આધારે વડોદરા જિલ્લા એલસીબી પોલીસ કરજણ તાલુકાના સાંપા ગામે આવેલી સાપા વસાહત ખાતે રહેતા સુનીલ ભીલાલા ખેતરની ઓરડીમાં વિદેશી દારૂનો જથ્થો હોય પોલીસે ઓરડી પાસે અલ્ટો કાર લઈને ઉભેલા નયન ભીલાલા ઓરડીની ચાવી માંગતા ચાવી ના મળતા ઓરડીનું તાળું તોડીને તપાસ કરતા ઓરડીમાંથી વિદેશી દારૂની 472 બોટલો કિંમત 1,14,400 ઝડપી પાડી હતી. જેમાં આમોદ તાલુકાના મંજોલા ગામનો વિશાલ વિનીભાઈ ઠાકોર તેમજ નયન વજેસિંગ ભીલાલા અને સુનીલ મોહનસિંહ ભીલાલા વિદેશી દારૂનો વેપલો કરતા હતા.

અન્ય સમાચારો પણ છે...