કરજણ વિધાનસભામાં રાજકીય પ્રવાસે આવેલા ગુજરાત રાજ્યના પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કરજણ તાલુકા પ્રવાસ કરીને ગામડાઓમાં વિકાસના કામોની સમીક્ષા કરી તેમજ નારેશ્વર અને મોટીકોરલ મંદિર ખાતે દર્શન કરીને આરતીનો લાભ લીધો હતો.
કરજણ વિધાનસભા બેઠક પર રાજકીય પ્રવાસે આવેલ જેમાં પ્રથમ કરજણ બજાર સમીતિમાં ભાજપાના કાર્યકરો સાથે પરિચય બેઠક યોજીને કરજણ તાલુકાના કંડારી, હાડોદ, ચોરંદા, મેસરાડ ગામોનમાં વિકાસના કામોનો સમીક્ષાકાર્યકરો સાથે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ સાંજે નારેશ્વર મંદીરે દર્શનનો લાભ લીધો હતો.
જેમાં કરજણના ધારાસભ્ય અને નારેશ્વર મંદિરના ટ્રસ્ટી અક્ષય પટેલે પૂર્વ ગ્રુહમંત્રી પ્રદીપસિંહ જાડેજાનું નારેશ્વર ટ્રસ્ટ તરફથી શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. અને પૂજ્ય શ્રી રંગ અવધૂત મહારાજની શ્રી રંગલીલામ્રુતનો ગ્રંથ આપવમાં આપ્યો હતો. બાદમાં મોટીકૉરલ પંચ કુબેરેશ્વર મહાદેવના મંદિરે આરતીનો લાભ લીધો હતો. બાદમાં આશાપુરા માતાના મંદિરે દર્શન કર્યા હતા.
ગોરધન ઝડફિયા વાઘોડીયાના ત્રી દિવસીય રાજકીય પ્રવાસે
વાઘોડિયા 136 વિધાનસભા વિસ્તારના રાજકીય સંવાદ પ્રવાસ માટે ગુજરાત રાજ્યનાં પૂર્વ ગૃહ મંત્રી અને હાલના ભાજપા પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફીયા ત્રણ દિવસ માટે વાઘોડિયાના મહેમાન બન્યા હતા. ભણીયારા, ગોરજ અને બાદમાં વાઘોડિયા ખાતે રાજકીય સંવાદ યોજાયો હતો. જિલ્લા પંચાયતનાં આરોગ્ય સમિતિ ચેરમેન નિલેશ પુરાણી, તાલુકા પ્રમુખ, ઊપ પ્રમુખ, મહિલા મોરચા તેમજ ધર્મેશભાઈ પંડિયા સંગઠણ યુવા પ્રમુખ પર્વ કાપડીયા તથા કુન્દનભાઈ પટેલ સહિત ભાજપના હોદ્દેદારો અને સંગઠણના કાર્યકરો હાજર રહી કુમાર શાળા ખાતે સ્વાગત કરાયું હતું.
જોકે વિધાનસભાના મુદ્દે રાજકીય સંવાદ કાર્યકરો સાથે કરવાના બદલે કાર્યકરો અને સંગઠણના હોદ્દેદારોને એક બાજુ રાખી ગંગાસ્વરૂપ બહેનોને મોટી સંખ્યામા એકત્ર કરાઈ હતી. જેમાં બહેનો માટેની વ્યવસ્થા કરાઈ હતી પરંતુ કાર્યકરો અને ભાજપ સંગઠણના હોદ્દેદારો પાયાના કાર્યકરો હોવા છતા ઊભા રાખી મહિલાઓ લક્ષી યોજનાની વાત કરી કાર્યક્રમને સમેટી લેવામાં આવ્યો હતો તેનું અચરજ હાજ સૌ ભાજપના કાર્યકરોમા જોવા મળ્યું હતું. વસવેલ તાલુકા પંચાયત સીટના અપક્ષ ઉમેદવાર દિલીપ ચંદ્રસિંહ પરમારને ભાજપમાં સમાવી ગોરધનભાઈ ઝડફીયાના હસ્તે ભાજપનો ખેસ પહેરાવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.