તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:કરજણ સુમેરૂ કોવિડ કેર સેન્ટરમાં આગ લાગવાની મોકડ્રીલ

કરજણ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
કરજણ સુમેરૂ કોવિડ કેર સેન્ટરમાં આગની મોકડ્રીલ યોજાઈ. - Divya Bhaskar
કરજણ સુમેરૂ કોવિડ કેર સેન્ટરમાં આગની મોકડ્રીલ યોજાઈ.
  • કોરોનાના દર્દીઓ રૂમની બહાર નીકળ્યા ત્યારે મોકડ્રીલની જાણ થઈ
  • કરજણ પોલીસ, જિલ્લા SOG, કરજણ પાલિકા અને કોવિડ સેન્ટરના કર્મીઓના સહયોગથી મોકડ્રીલ યોજાઈ

કરજણના સુમેરૂ નવકાર તીર્થ ખાતે રવિવારે બપોરે 12 વાગ્યાના અરસામાં એકદમ બંબાનો સાયરનનો અવાજ સાથે કોવિડ કેર સેન્ટરમાં દોડા દોડી થઈ હતી. તો આરોગ્ય કર્મીઓ અને પોલીસ એક તરફ સ્ટ્રેચર લઈને દોડતા હતા. તો મેદાનમાં આગના ધુમાડા નીકળતા હતા. ફાયર ફાઈટરો આગ બુઝાવતા હતા અને પોલીસ અને આરોગ્ય કર્મીઓ દર્દીઓને સ્ટ્રેચર પર સુવડાવી લઈ જતા હતા. આ દ્ર્શ્યો જોવા કોરોનાના દર્દીઓ પોતાની રૂમની બાહર નીકળ્યા ત્યારે ખબર પડી કે આતો મોકડ્રીલ હતી. આમ કરજણ પોલીસ, જિલ્લા એસ ઓ જી, કરજણ નગર પાલીકા અને કોવિડ કેર સેન્ટરના આરોગ્ય કર્મીઓના સહયોગથી મોકડ્રીલ યોજાઇ હતી.

કરજણ સુમેરૂ નવકાર તીર્થ ખાતે આવેલ કોવિડ કેર સેન્ટરમાં રવિવારે બપોરના 12 વાગ્યાના અરસામાં કોવિડ કેર સેન્ટરમાં એકદમ બંબાના શાયરનો અવાજ આવ્યો અને પૂર ઝડપે બંબા મેદાનમાં આવ્યો હતો. જ્યારે બીજી તરફ આરોગ્ય કર્મીઓ અને પોલીસ સ્ટ્રેચર પર દર્દીઓ સુવડાવી લઈ જતા હતા. જ્યારે મેદાનમાં લાગેલ આગને ફાયર ફાઇટરો આગ બુઝાવતા હતા. આમ દર્દીઓ બંબાના સાયરનનો અવાજ સંભાળીને પોતાની રૂમની બાહર નીકળ્યા ત્યારે ખબર પડીને આતો મોકડ્રીલ હતી.

આમ કરજણ પોલીસ અને જિલ્લા એસઓજી પોલીસ, કરજણ નગરપાલિકા અને સુમેરૂ કોવિડ કેર સેન્ટરના આરોગ્ય કર્મીઓના સહીયોગથી મોકડ્રીલ યોજાઈ હતી. જેમા પોલીસ જવાનો અને આરોગ્ય કર્મચારીઓને આગ લાગે ત્યારે શું તકેદારી રાખવી અને આગ પર કેવી રીતે કબૂ મેળવવાનો એમાટે કરજણ નગર પાલીકાના ફાયર અધીકારી હર્ષદસિંહએ ડેમો બતાવીને સમજાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...