ભાસ્કર વિશેષ:કરજણમાં અનુગ્રહ હોસ્પિટલમાં આગની મોકડ્રિલ, નગરજનોને બાદમાં ખબર પડી કે ફાયર સપ્તાહ નિમિત્તે ફાયર મોકડ્રિલ યોજાઈ હતી

કરજણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
કરજણ નવાબજાર ખાતે આવેલી અનુગ્રહ હોસ્પીટલ ખાતે ફાયરની મોકડ્રીલ યોજાઈ હતી. - Divya Bhaskar
કરજણ નવાબજાર ખાતે આવેલી અનુગ્રહ હોસ્પીટલ ખાતે ફાયરની મોકડ્રીલ યોજાઈ હતી.
  • ફાયર બ્રિગેડ અને પોલીસની સાયરન વાગતાં અફરા તફરીનો માહોલ સર્જાયો​​​​​​​

કરજણ નવા બજાર વિસ્તારમા આવેલી અનુગ્રહ હોસ્પિટલ ખાતે ગુરુવારે બપોરે આગ લાગતા કરજણ ફાયરના અધીકારીઓ પાણીના બંબા, સાયરન સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. સાથે સાથે કરજણ પોલીસની ત્રણ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને હોસ્પિટલમાંથી કેટલા લોકોએ ઉંચકી લાવીને એમ્બ્યુલન્સમા લઈ જવામાં આવ્યા હતા. બાદમાં ખબર પડી કે આતો ફાયર સપ્તાહને લઈને ફાયર મોકડ્રીલ યોજાયો છે.

કરજણ નવા બજાર વિસ્તારમાં કરમડી રોડ પર આવેલી અનુગ્રહ હોસ્પિટલમાં બીજા માળે લાગતા કરજણ ફાયર બ્રિગેડને જાણ કરતા કરજણ ફાયર બ્રિગેડ બંબા લઈને અનુગ્રહ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા. જ્યારે પોલીસને જાણ થતા પોલીસ પણ અનુગ્રહ હોસ્પિટલે પહોંચી હતી. બપોરના સમયે ફાયર અને પોલીસની ગાડીઓના સાયરનથી લોકોમાં કુતૂહલ ફેલાયું હતું.

હોસ્પિટલમાંથી લોકોને ઉંચકીને એમ્બ્યુલન્સમાં લઈ જવાયા હતા. બાદમાં ખબર પડીકે ફાયર સપ્તાહ નિમીતે મોકડ્રીલ યોજાઈ હતી. મોકડ્રીલમાં હોસ્પિટલના સ્ટાફને પણ આગ લાગે ત્યારે શું તકેદારી રાખવાની એની સમજ અપાઈ હતી. જેમાં ફાયર અધીકારી અભિષેક સવંત દ્વારા મોકડ્રીલનું સફળ આયોજન કરાયું હતું. જેમાં કરજણ પોલીસ સ્ટેશનના પીઆઈ એમ. એ. પટેલ અને બે પીએસઆઈ તેમજ પોલીસ સ્ટાફ પણ દોડી આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...