આગ:કરજણ પાસેની TBEA કંપનીના વેસ્ટ મટિરિયલમાં ભીષણ આગ

કરજણ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આગ કંપનીના અન્ય વિભાગમાં ન પ્રસરતાં મોટું નુકસાન ટળ્યું

કરજણ નેશનલ હાઈવે 48 ઉપર આવેલી કંપનીના વેસ્ટ મટિરિયલમાં શનિવારે રાત્રે વિકરાળ આગ લાગી હતી. જેની જાણ કરજણ નગરપાલિકાના ફાયર બ્રિગેડને કરવામાં આવતા કરજણ નગરપાલિકાના જવાનો કંપની પર પહોંચીને આગ ઉપર પાણીનો માળો ચલાવીને મોડી રાત્રે આગ પર કાબુ મેળવ્યો હતો સદનસીબે કોઈ જાનહાનિ થઇ ન હતી તેમજ મોટું નુકસાન થતા રહી ગયું હતું.

કરજણ નેશનલ હાઇવે 48 પર આવેલી TBEA કંપનીમાં શનિવારની રાત્રિએ વેસ્ટ મટિરિયલમાં અચાનક આગ લાગી હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ધુમાડાના ગોટેગોટાઓ નીકળવા લાગ્યા હતા. આગની જ્વાળાઓ પણ દેખાવા લાગી હતી. જેને લઈને કરજણ નગરપાલિકાને જાણ કરતાં પાલિકાના ફાયરબ્રિગેડના જવાનો તાત્કાલિક કંપની પર પહોંચી ગયા હતા અને આગ પર પાણીનો મારો ચલાવી મોડી રાત્રે આગ પર કાબૂ મેળવ્યો હતો. કંપનીના વેસ્ટ મટિરિયલમાં આગ લાગી હોવાથી કંપનીના અન્ય વિભાગમાં આગ પ્રસરી ન હોવાથી મોટી નુકસાનીમાંથી બચી જવા પામ્યા છે. જ્યારે આગમાં કોઈ જાનહાનિ થઇ ન હતી.

અન્ય સમાચારો પણ છે...