તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:કરજણ, શિનોર, પોરમાં પ્રદૂષણ કરતી કંપનીઓ સામે કાર્યવાહીની ઉગ્ર માગ

કરજણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હવાના પ્રદૂષણને લઈને ખેતીમાં થયેલ નુકસાન બાબતે રજૂઆત
  • ખેતીના પાકમાં પાન લાંબા થઈ જવાની ઘટનાઓ બની છે
  • ધારાસભ્ય અક્ષય પટેલ દ્વારા મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને રજૂઆત કરવામાં આવી

કરજણ શિનોર અને પોર વિસ્તારમાં આવેલી ખેતીના પાકમાં હાલમા પાન લાંબા થઈ જવાની ઘટનાઓ બની અને ભરૂચ જિલ્લામાં પણ આવી જ રીતે ખેતીમાં નુકસાન થયેલ છે. જેમાં કૃષિ તજજ્ઞો દ્વારા ખેતીના પાકની નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં હવાના પ્રદૂષણની અસરના લીધે ખેતીમાં આવી સ્થિતિ સર્જવામાં પાણી હોય જેથી કરજણ શિનોર પોરના ધારાસભ્ય અક્ષય પટેલ દ્વારા મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને હવામાં પ્રદૂષણ ફેલાવી ખેતીમાં નુકસાન કરતી કંપનીઓ સામે કાર્યવાહી કરવાની રજૂઆત કરવામાં આવેલ છે.કરજણ તાલુકા

માં શિનોર તાલુકામાં અને ભરૂચ જિલ્લામાં ખેતીમાં અને શાકભાજીના પાન લાંબા થઈ ગયા છે અને જેના કારણે ખેતીમાં નુકસાન છે. જેથી કૃષિ તજજ્ઞો અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સભ્યો દ્વારા ખેડૂતોના ખેતરોમાં ઉભા પાકમાં સર્વે કરવામાં આવ્યું હતું. જેમાં હવાના પ્રદૂષણના લીધે આવી સ્થિતિ સર્જાઈ હોય જેથી ભરૂચ જિલ્લામાં આવેલ દહેજ જીઆઈડીસીમાં સેઝ અને પીસીપીઆઈઆર જેવા એકમો દ્વારા જીવલેણ અને ઘાતક રસાયણોનું 24 કલાક ઉત્પાદન થાય છે.

જેથી જીવસૃષ્ટિ અને માનવજાત પર અસર થાય છે. જેથી હવાનું પ્રદૂષણ ફેલાવી ખેતીમાં નુકસાન પહોંચાડતી કંપની સામે કાર્યવાહી કરવા માટે ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કૃષિ મંત્રી આર.સી.ફળદુને લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...