હાલત કફોડી:કરજણમાં હવે લારી-ગલ્લા અને ફેરિયાઓના દબાણો પણ તૂટવાની દહેશત

કરજણ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રધાનમંત્રી સ્વનિધિના લોનના હપ્તા ભરવામાં અસમંજસ

કરજણ મીયાગામ ચોકડી પાસે આવેલ કરજણના રાજકીય નેતાની ભાગીદારીવાળા મારૂતી કોમ્પલેક્ષમાં સ્ટેટ હાઈવે દ્વારા રોડની બાજુના દબાણો તોડવામાં આવી રહ્યા છે. જેને લઈને કરજણ નગરમાં હવે અન્ય દબાણો પણ તૂટવાની ચર્ચાએ જોર પકડ્યું છે. જ્યારે કરજણમાં દબાણો તૂટે એટલે પહેલાં લારી પથરાવાળાઓને જ દૂર કરવામાં આવે છે. અને હાલમાં આજ લારી પથરાવાળાને પાલીકાના સભ્યો અને કર્મચારીઓ દ્વારા પ્રધાનમંત્રી સ્વનીધી યોજના હેઠળ 10,000 અને 20,000ની લોન અપાઈ છે.

હવે દબાણો દૂર કરતા લારી પથરાવાળા પાસે ધંધોજ નથી તો હવે લોનના હપ્તા કેવીરીતે ભરવા? કરજણ નગરમાં મીયાગામ ચોકડી પાસે આવેલ કરજણના એક રાજકીય નેતાની ભાગીદારીવાળા મારૂતી કોમ્પલેક્ષના સ્ટેટ હાઈવેને અડીને આવેલ આરસીસી રોડનું દબાણ દૂર કરવામાં આવતા કરજણ નગરમાં આવેલ તમામ દબાણો પાલીકા દ્વારા દૂર કરવામાં આવશે એવી ચર્ચાએ જોર પકડ્યું છે.

જ્યારે પણ પાલીકા દબાણો તોડે એટલે પહેલા કરજણના લારી ગલ્લા અને પથારાવાળાના દબાણો દૂર કરીને સંતોષ માનવમાં આવતો હતો. અને પ્રધાન મંત્રી સ્વનીધી યોજના હેઠળ નગર પાલીકાના સભ્યો અને કર્મચારીઓ દ્વારા લારી પથારા અને ગલ્લાવાળાઓને ફેરિયાઓને લોન આપવમાં આવી છે.

જેમાં કરજણ નગરમાં 724 લાભાર્થીઓમાંથી 65 લાભાર્થીઓને 20000ની લોન આપવમાં આવી છે. અને 677 લાભાર્થીઓને 10000ની લોન આપવમાં આવી છે. આમ લાખો રૂપિયાની પ્રધાન મંત્રી સ્વનીધી યોજના હેઠળ લોનો આપી હવે દબાણો દૂર થતા નાના લારી ગલ્લા અને ફેરી વાળાઓને લોન હપ્તા કેવીરીતે ભરવા એ કફોડી હાલતા થવા પામી છે. પરંતુ મારૂતી કોમ્પલેક્ષના દબાણો તૂટતા હવે કરજણ નગરના અન્ય દબાણો પણ તૂટશે એવી લોક ચર્ચા ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...