કરજણ તાલુકાના ઢાઢર નદી વિસ્તારના ગામડાઓમાં ખાસ કરીને વિરજઇ ગામની સીમમાં તેમજ પાદરા તાલુકાના કોટણા ગામની સીમમાં છેલ્લા ઘણા દિવસોથી દીપડો દેખાઇ આવ્યો છે. સોમવારે રાત્રે ખેડૂતો ખેતરે પાણી લેવા જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં બનતા નાળાની દિવાલ ઉપર દીપડો ચાલી રહ્યો હતો. તેનો વિડીયો પણ ખેડૂતો દ્વારા ઉતાવવામાં આવ્યો છે. આમ ખેડૂતો રાત્રે ખેતરોમાં જતા ડરી રહ્યા છે.
જ્યારે સરકાર દ્વારા વન્ય પ્રાણીઓને લઈને દિવસે વીજળી આપવાનો કાર્યક્રમ છે. પરંતુ હજુ આ વિસ્તારોમાં રાત્રે ખેતીમાં વીજળી આપવામાં આવતી હોવાથી ખેડૂતો પણ રાત્રે ખેતરોમાં પાણી લેવા જતા ડરી રહ્યા છે. જેથી ખેડૂતોને ખેતીમાં દિવસે વીજળી આપવામાં આવે એવી માંગ ઉઠવા પામી છે. જ્યારે વન વિભાગ દ્વારા આ વિસ્તારમાં દીપડાને ઝડપી પાડવા માટે પાંજરાઓ પણ મૂકવામાં આવેલ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.