તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આક્રોશ:કરજણ APMCમાં કપાસ ન લેવાતાં ખેડૂતોએ ભારે હોબાળો મચાવ્યો, કપાસ સળગાવી ઉગ્ર રોષ વ્યક્ત કર્યો

કરજણ4 મહિનો પહેલા
એપીએમસી પરિસરમાં કપાસ સળગાવી ઉગ્ર રોષ વ્યક્ત કર્યો. - Divya Bhaskar
એપીએમસી પરિસરમાં કપાસ સળગાવી ઉગ્ર રોષ વ્યક્ત કર્યો.
  • વેપારીઓ સાથે અધિકારીઓની મીલીભગત હોવાના આક્ષેપો

કરજણ એપીએમસી ખાતે કરજણ તાલુકાના ખેડૂતો દ્વારા કપાસ વેચવા માટે આવતા એપીએમસી દ્વારા કપાસ ન લેવાતાં ખેડૂતોએ ભારે હોબાળો મચાવ્યો હતો. શનિવારના રોજ કરજણ એપીએમસી ખાતે મોટી સંખ્યામાં એકત્ર થયેલા ખેડૂતોએ એપીએમસી વિરુદ્ધ ભારે સુત્રોચ્ચાર કર્યા હતા અને એપીએમસી પરિસરમાં કપાસ સળગાવી પોતાનો ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો.

એપીએમસી દ્વારા કપાસ ન લેવાતાં ખેડૂતોએ ભારે હોબાળો.
એપીએમસી દ્વારા કપાસ ન લેવાતાં ખેડૂતોએ ભારે હોબાળો.

ભેજનું બહાનું આગળ ધરી કપાસ લેવાતો ન હોવાનો આક્ષેપ
ખેડૂતોએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા કપાસ ખરીદવાની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે. જેમાં કરજણને સેન્ટર આપવામાં આવ્યું છે. કરજણની જમીન કાળી હોવાના કારણે કપાસમાં ભેજનું પ્રમાણ વધુ હોવાથી ભેજનું બહાનું આગળ ધરી કપાસ લેવાતો ન હોવાનો આક્ષેપ કર્યો હતો.

વેપારીઓ સાથે અધિકારીઓની મીલીભગત હોવાના આક્ષેપો.
વેપારીઓ સાથે અધિકારીઓની મીલીભગત હોવાના આક્ષેપો.

અધિકારીઓ દલાલોનો કપાસ અડધી રાતે લે છે જ્યારે ખેડૂતોનો કપાસ ધોળા દિવસે લેવાતો નથી
કેન્દ્ર સરકાર કપાસ ખરીદવા ખેડૂતોને સહકાર આપે છે. ત્યારે એપીએમસીના સંબંધિત અધિકારીઓ દલાલોનો કપાસ અડધી રાતે લે છે જ્યારે ખેડૂતોનો કપાસ ધોળા દિવસે લેવાતો નથી. એવા પણ ખેડૂતોએ આક્ષેપો કર્યા હતા. જ્યારે સંબંધીત અધિકારીએ જણાવ્યું હતું કે, 55 થી 60 ટ્રેક્ટર કપાસ ખરીદવામાં આવ્યો છે. ભેજવાળો કપાસ અમે ખરીદી શકતા નથી. વેપારીઓ સાથે અધિકારીઓની મીલીભગત હોવાના આક્ષેપોને પણ તેમણે રદીયો આપ્યો હતો.

કપાસ ખરીદીના પ્રશ્ને ખેડૂતોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો.
કપાસ ખરીદીના પ્રશ્ને ખેડૂતોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો.

ખેડૂતોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો
કપાસ ખરીદીના પ્રશ્ને ખેડૂતોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. જો પ્રશ્ન હલ નહીં થાય તો ઉગ્ર આદોલન કરવાની ચીમકી ખેડૂતોએ ઉચ્ચારી છે. હવે જોવાનું એ રહ્યું કે એપીએમસી ખાતે ખેડૂતોએ કરેલો હોબાળો કેવો રંગ લાવે છે.

55 થી 60 ટ્રેક્ટર કપાસ ખરીદવામાં આવ્યો.
55 થી 60 ટ્રેક્ટર કપાસ ખરીદવામાં આવ્યો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો