તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કૃષિ:મીયાગામ ફીડરમાં વીજલાઈનનું સમારકામ કરવા ખેડૂતોની માગ

કરજણએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કરજણ તાલુકાના મીયાગામ ફીડર પર ગામના ખેડૂતોના 150 જેટલા કુવા આવેલા છે. જેમાં ઘણા સમયથી વીજ થાંભલા અને વિજ લાઈનનું સમારકામ કરવામાં ન આવતા ખેતીમાં આઠ કલાક વીજપુરવઠો આપવામાં આવે છે. જેમાં 20થી 25 વખત વીજળી ટ્રીપ મારતી હોવાથી ખેતીમાં પૂરતી આઠ કલાક વીજળી મળી રહેતી નથી. જેથી વહેલી તકે વીજ લાઈનનું સમારકામ કરવામાં આવે અને પૂરતો વીજ પુરવઠો આપવામાં આવે એ માટે મીયાગામના ખેડૂતો દ્વારા કરજણ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું.

હાલમાં ખેડૂતો દ્વારા કપાસની વાવણી માટે પીયાત કરાઈ રહ્યું છે. ત્યારે મિયાગામ ફીડર પર આવેલા મિયાગામના ખેડૂતોના 150 કુવા આઠ કલાક વીજળીમાં 20થી 25 વખત વીજળી ટ્રીપ મારવાથી પૂરતી આઠ કલાક વીજળી મળતી નથી અને કુવાની મોટર અને નુકસાન થાય છે. પૂરતું પિયાત પણ થઇ શકતું નથી. જેથી ખેડૂતો દ્વારા અવારનવાર વીજ કંપનીની કચેરીમાં રજૂઆત કરવા છતાં કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવતા આખરે મીયાગામના ખેડૂતો દ્વારા વિજલાઈનનું સમારકામ કરી પૂરતો વીજ પુરવઠો આપવામાં આવે એ માટે કરજણ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું.

અન્ય સમાચારો પણ છે...