કૃષિ:કરજણમાં દિવેલી અને મકાઈ પણ ટેકાના ખરીદી કરવા ખેડૂતોની માંગ

કરજણ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વેપારીઓ દિવેલી-મકાઈના પોષણક્ષમ ભાવો આપતા નથી
  • ધારાસભ્ય દ્વારા સરકારમાં લેખિતમાં રજૂઆત કરાઈ

કરજણ પંથકમાં ખેડૂતો કપાસ અને તુવેરની ખેતીની કરે છે. જ્યારે સુગર ફેક્ટરી હાલમા બંધ હોવાથી ખેડૂતો દિવેલી અને મકાઈની ખેતી પણ કરે છે. જેમાં હાલમા હજારો ક્વિન્ટલ દિવેલી અને મકાઈનો પાક કરજણ પંથકના ખેડૂતોને થયો છે અને ખેડૂતોના ઘરોમાં દિવેલી અને મકાઈનો સ્ટોક કરેલ છે. જેમાં વેપારીઓ દ્વારા દિવેલી એક ક્વિન્ટલના 3400થી  3500 રૂપીયા ભાવ આપે છે અને મકાઈમાં એક ક્વિન્ટલના 1100થી 1200 ભાવથી ખરીદે છે. 

જેથી ખેડૂતોને આ મકાઈ અને દિવેલીના પોષણક્ષમ ભાવો મળતા નથી. જેથી હાલમાં સરકાર દ્વારા ટેકાના ભાવથી કપાસ અને તુવેરની ખરીદી કરવામાં આવે છે. એજ રીતે દિવેલી અને મકાઈની ખરીદી પણ સરકાર દ્વારા ટેકાના ખરીદવામાં આવે એવી ખેડૂતોની માંગ ઉઠવા પામી છે. જ્યારે કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ દ્વારા મકાઈ અને દિવેલી સરકાર દ્વારા ટેકાના ભાવથી ખરીદી ચાલુ કરે એ માટે સરકારમાં પણ લેખિતમાં રજૂઆત કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...