તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કરજણ તાલુકો કાનમ પ્રદેશ છે અને કપાસ મુખ્ય પાક છે. જ્યારે કરજણ પંથકની જમીન કાળી ભેજવાળી છે. જેથી ખેડૂતો કપાસ વીણીને સીસીઆઈમાં વેચવા જાય એટલે ભેજનું પ્રામાણ વધારે રહે છે. જ્યારે સીસીઆઈ દ્વારા જે કપાસમાં ભેજનું પ્રમાણ વધું હોય તે ખેડૂતોનો કપાસ રિજ્કેટ કરવામાં આવે છે. આમ સીસીઆઈ દ્વારા 8થી 12નો ભેજ હોયએ કપાસ લેવામાં આવે છે. જ્યારે ખેડૂતોના કપાસમાં 18થી 20નો ભેજ હોય છે. જેથી સીસીઆઈ દ્વારા કપાસ ખરીદવામાં આવતો નથી. જેથી શનિવારે ત્રીજા દિવસે પણ ખેડૂતોએ કપાસ ખરીદીને લઈને રોષ ફેલાયો હતો. જેમા ખેડૂતોએ કપાસ સળગાવ્યો હતો. આમ કેન્દ્ર દ્વારા કપાસની ખરીદીની પોલીસી બદલવામાં આવતા ખેડૂતો અને સીસીઆઈના અધીકારી વચ્યેના વિવાદનો અંત આવે એમ છે.
કરજણમાં ખેડૂતો અને સીસીઆઈના અધીકારી સાથે કપાસની ખરીદીને લઈને ત્રણ દિવસથી વિવાદ ચાલે છે. જેમાં શનીવારે પણ ખેડૂતો કપાસ લઈને સીસીઆઈમાં વેચવા માટે આવ્યા હતા. ત્યારે સીસીઆઈના અધીકારી દ્વારા કપાસમાં ભેજનું પ્રમાણ વધારે હોવાથી ખેડૂતોના કપાસ રિજ્કેટ કરવામાં આવ્યો છે. આમ સીસીઆઈ દ્વારા 8થી 12 ટકા સુધીનો ભેજવાળો કપાસ ખરીદવામાં આવે છે. જ્યારે કરજણ પંથકમાં કાળી જમીન હોવાથી ભેજનું પ્રમાણ વધારે રહે છે. જ્યારે વાતવરણમાં પણ ભેજ હોવાથી ખેડૂતોના કપાસમાં ભેજ વધુ બતાવે છે. જેથી ખેડૂતોનો કપાસ રિજેક્ટ કરવામાં આવે છે. જ્યારે બે દિવસથી ખેડૂતોના કપાસ ભરેલા ટ્રેક્ટર બજાર સમિતિમાં છે. એમા પણ ભેજનું પ્રમાણ વધારે આવતા કપાસના ખરીદતા ખેડૂતો રોષ ફેલાયો અને બજાર સમિતિમાં ખેડૂતો કપાસ સળગાવી રોષ વ્યક્ત કર્યો હતો. આમ કાનમ પ્રદેશની કાળી માટીમાં ભેજના પ્રમાણ વધારે હોય કપાસમાં પણ ભજે વધુ આવતો હોય છે. જેથી કેન્દ્ર સરકારમાંથી કપાસ ખરીદીની પોલીસી બદલવામાં આવે તો ખેડૂતો અને સીસીઆઈના અધિકારીઓ વચ્યેના વિવાદનો અંત આવે એમ છે.
પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.