અકસ્માત:કરજણ હાઇવે પર 2 બાઇકો અથડાતાં ખેડૂત મોતને ભેટ્યો

કરજણ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ખેડૂત ઓસલામમાં ખેતી કરી પરત ફરતા હતા
  • બાઈક​​​​​​​ ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધાયો

કરજણ નવા બજારવિસ્તારમાં રહેતા ખેડૂત પોતાના ગામ ઓસલામ ખાતે ખેતી કરીને પરત કરજણ ફરતા હતા. ત્યારે નેશનલ હાઇવે 48 પર ભરથાણા ગામના પાટીયા પાસેબાઈક લઈને રોડ ક્રોસ કરતી વખતે ભરૂચથી વડોદરા તરફ જતી બાઈકના ચાલે કે પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી ખેડૂતની બાઈક સાથે અથડાતા માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું.કરજણ નવાબજાર વિસ્તાર આવેલ પંચવટી સોસાયટીમાં રહેતા નિલેષભાઈ ડાહ્યાભાઈ પટેલ બુધવારના રોજ પોતાની બાઈક લઈને પોતાના ગામ ઓસલામ ખાતે ખેતીકામ કરાવા માટે ગયા હતા.

સાંજે બાઈક નંબર જી જે 16 એ બી 3325 લઈને સાંજે 7 વાગ્યાના અરસામાં ઓસલામથી ભરથાણા થઈને ભરથાણા પાટીયા પાસેથી નેશનલ હાઈવે કોશ કરી ભરૂચથી વડોદરા ટ્રેક ચડતી વખતે ભરૂચ તરફથી આવતી બાઈક નંબર જી જે 27 ડી જે 4704ના ચાલકે પોતાની બાઈક પૂર જડપે અને ગફલત ભરીરીતે હંકારી ખેડૂત નીલેશભાઈ પટેલની બાઈક સાથે અથડાતા એક્સીડન્ટ થતા નીલેશભાઈને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા નીલેશભાઈ ડાહ્યાભાઈ પટેલનું ઘટના સ્થળેજ મોત નીપજ્યું હતું. પોલીસે બાઈક ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...