ચૂંટણીનો બહિષ્કાર:કરજણ સહજાનંદ સોસાયટી દ્વારા રસ્તાને લઈને ચૂંટણીનો બહિષ્કાર

કરજણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સોસાયટીમાં કોઈ પણ રાજકીય પક્ષે ચૂંટણી પ્રચાર કરવા આવવું નહીંનું બોર્ડ મરાયું
  • તંત્રએ સોસાયટીમાં જઈ સમસ્યા હલ કરવાની હૈયાધારણા આપી

કરજણ નવા બજાર વિસ્તારમાં આવેલ સહજાનંદ સોસાયટીના રહીશો દ્વારા રસ્તાને લઈને સોસાયટીમાં કોઈપણ રાજકીય પક્ષે ચૂંટણી પ્રચાર કરવા આવું નહીં એ રીતનું બોર્ડ મારીને ચૂંટણીનો બહિષ્કાર કરતા તંત્ર જાગતું થયું હતું. અને તાત્કાલિક સહજાનંદ સોસાયટીના રહીશો સાથે મીટીંગ કરવા પહોંચી ગયું હતું. તંત્ર દ્વારા સ્થળ પર જઈને રસ્તાની સમસ્યા હલ કરવાની હૈયાધારના આપવામાં આવી હતી. હવે જોવાનું એ રહ્યું કે રહીશો તંત્રની હૈયાધારણા સ્વીકારશે, કે પછી ચૂંટણીનું બહિષ્કાર યથાવત રાખશે.

કરજણ નવા બજાર વિસ્તારમાં સહજાનંદ સોસાયટીમાં ઘણા વર્ષોથી રસ્તાની સમસ્યા છે. અને બાજુની સોસાયટીના રહીશો દ્વારા રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. અને રસ્તા બાબતે અગાઉ કોર્ટ મેટર પણ બની હતી. જેને લઈને વારંવાર સહજાનંદ સોસાયટીના રહીશો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓને રસ્તો ખુલ્લો કરવા બાબતે રજૂઆતો કરવા છતાં તેનું પરિણામ ન આવતા આખરે સહજાનંદ સોસાયટીના રહીશોએ સોસાયટી બહાર બોર્ડ મારી દેવામાં આવ્યું છે. અને એમાં જણાવ્યું છે કે કોઈ પણ રાજકીય પક્ષોએ સોસાયટીમાં ચૂંટણી પ્રચાર કરવા આવો નહીં સોસાયટીના રહીશો દ્વારા ચૂંટણીનો બકહિષ્કાર કરવામાં આવે છે.

આ રીતનું બોર્ડ મારવામાં આવતા બીજા જ દિવસે સવારે કરજણનું તંત્ર સોસાયટીમાં દોડી ગયું હતું. અને સોસાયટીના રહીશો સાથે વાટાઘાટો કરી રસ્તો ખોલવાની હૈયાધારણા આપવામાં આવી હતી. પરંતુ કોર્ટ મેટર બની ચૂકેલા રસ્તાની સમસ્યાનો હલ થશે કે કેમ?

અન્ય સમાચારો પણ છે...