ધુમ્મસ છવાયું:કરજણ, ડભોઈ, સંખેડામાં વહેલી સવારે ધુમ્મસ : તાપમાન 20 ગગડીને 210 થયું

કરજણ, સંખેડા, ડભોઈ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
કરજણ - Divya Bhaskar
કરજણ
  • સવારે 2 કલાક સુધી છવાયેલા ધુમ્મસમાં ચાલકો પલળીગયા

કરજણ પંથકમાં મંગળવારે વહેલી સવારે વાતવરણમાં ગાઢ ધુમ્મસ છવાયું હતું. સવારે 7 વાગ્યાથી 9 વાગ્યા સુધી ધુમ્મસની ચાદર છવાયેલી રહેતાં નેશનલ હાઈવે 48 પરથી પસાર થતા વાહન ચાલકોને ઝીરો વિઝિબિલિટી રહેતાં ધીમી ગતિએ વાહન ચલાવવાનો વારો આવ્યો હતો.

સંખેડા
સંખેડા

જ્યારે બાઈક ચાલકો ધુમ્મસને લીધે પલળી જવા પામ્યા હતા. આ ધુમ્મસના કારણે સોમવારે રહેલા 23 ડિગ્રી તાપમાનમાં 2 ડિગ્રીનો ઘટાડો થયો હતો. સંખેડા તાલુકામાં પણ વહેલી સવારે ધુમ્મસ સર્જા હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો હતો. રસ્તા ઉપર વાહનચાલકોને વાહનોની લાઇટ ફરજિયાત ચાલુ રાખીને વાહન ચલાવવું પડે એવી સ્થિતિ જોવા મળી હતી. તાપમાનમાં એકદમ જ ઘટાડો થઇ જાય ત્યારે ધુમ્મસ સર્જાતું હોય છે.

ડભોઈ
ડભોઈ

ઉલ્લેખનીય છે કે તા.18મી ના રોજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાલુકામાં માવઠુ થયું હતું. ત્યારે વાતાવરણ ઠંડુંગાર થયું હતું. જ્યારે ડભોઇ પંથકમાં પણ મંગળવારે વહેલી સવારના 5 કલાકથી સવારના 8.30 કલાક સુધી ઉતરી પડેલા ધુમ્મસને લઈ આહલાદક વાતાવરણ સર્જાયું હતું ધુમ્મસ એટલી હદ સુધી પથરાઈ ચૂક્યું હતું કે બે ફૂટ દૂર પણ જોવું ઘણું મુશ્કેલ પડે તેમ હતું. આ ધુમ્મસ તાલુકાના થુવાવીથી લઈ બોડેલી રોડ તરફ વળ્યા તો તિલકવાડા રોડ તરફે ચનવાડા સુધી પથરાયેલું જોવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...