તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિતરણ:કરજણ ભરતમુનિ હોલમાં મહિલા ઉત્કર્ષ યોજનાનું ઇ-લોન્ચિંગ

કરજણ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 15 મહિલાઓને રૂા.15 લાખના ધિરાણ મંજૂરી પત્રોનું વિતરણ

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના 70મા જન્મ દિવસે ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનો ઈ-શુભારંભ કરવ્યો હતો. આ યોજના હેઠળ 1 લાખ જેટલા મહિલા સ્વસહાયતા જૂથોને પ્રત્યેકને રૂ. 1 લાખનું આર્થિક ધિરાણ આજીવિકામાં વધારો કરતી પ્રવૃત્તિઓ માટે આપીને આ જૂથો સાથે સંકળાયેલી 10 લાખ મહિલાઓને નવ સશક્તિકરણ માટે સક્ષમ બનાવવાનો છે. આ ધિરાણનું વ્યાજ રાજ્ય સરકાર ભોગવે તે સહિત વિવિધ લાભદાયક અને પ્રોત્સાહક જોગવાઈઓ આ યોજનામાં છે.

વડોદરા જિલ્લાના કરજણ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ ઇલાબેન ચૌહાણે, અગ્રણી શબ્દશરણ બ્રહ્મભટ્ટ, દિલુભા ચુડાસમા,,પૂર્વ ધારાસભ્ય અક્ષય પટેલ, નગર પાલીકા પ્રમુખ મીનાબેન ચાવડા, ઉપ પ્રમુખ જયેશભાઈ પટેલ, જિલ્લા ભાજપા માહામંત્રી અશોકભાઈ પટેલની ઉપસ્થિતિમાં મુખ્ય મંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનો પ્રારંભ કરાવતા જણાવ્યું હતું કે, ગુજરાતની મહિલાશકિતને આત્મનિર્ભર પગભર સ્વાવલંબી થવાના નવા દ્વાર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ખોલી આપ્યા છે. રાજ્યમાં પ્રથમવાર મુખ્યમંત્રી મહિલા કલ્યાણ યોજના શરૂ કરીને 10 લાખથી વધુ માતાઓ બહેનોને ઝીરો ટકા વ્યાજે લોન ધિરાણ અપાશે એમ તેમણે જણાવ્યું હતું. યોજાયેલ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે સ્વસહાય જૂથની 15 મહિલાઓને રૂ. 15 લાખના ધિરાણ મંજૂરીપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. કરજણ તાલુકામાં મહિલાઓને ધિરાણ માટે બેંક ઓફ બરોડા, બરોડા ગુજરાત ગ્રામીણ બેંક અને કરજણ નાગરિક સહકારી બેંક સાથે સમજૂતી કરાર કરવામાં આવ્યા છે. મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીએ ગાંધીનગરથી મહિલાઓને પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...