તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડિજિટલાઇઝેશન:કરજણ મામલતદાર ચૂંટણી શાખા દ્વારા e-Epice લોન્ચ કરાયું

કરજણ17 દિવસ પહેલા
 • કૉપી લિંક
કરજણ મામલતદાર ચૂંટણી શાખા દ્વારા નવા યુનિક મોબાઇલ નંબર ધરાવતા મતદારો માટે ચૂંટણી કાર્ડ માટેની e-Epice અપ્લિકેશન લોન્ચ કરાઈ. - Divya Bhaskar
કરજણ મામલતદાર ચૂંટણી શાખા દ્વારા નવા યુનિક મોબાઇલ નંબર ધરાવતા મતદારો માટે ચૂંટણી કાર્ડ માટેની e-Epice અપ્લિકેશન લોન્ચ કરાઈ.
 • ડિઝીટલ ભારત અંતર્ગત હવે ચૂંટણી કાર્ડ પણ ડિજિટલ થયું

કરજણ મામલતદાર કચેરીની ચૂંટણી શાખા દ્વારા હાલમાં ડિસેમ્બર માસમા નવા ચૂંટણી કાર્ડ અને સુધારા વધારા કરાયેલ ચૂંટણી કાર્ડમાં ફરજિયાત મોબાઇલ નંબર અપલોડ કરવામાં આવેલ છે એવા મતદારો માટે કરજણ મામલતદાર કચેરીની ચૂંટણી શાખાદ્વારા e-Epice લોન્ચ કર્યું છે. e-Epice ડાઉનલોડ કરી શકશે.

ચૂંટણી શાખા દ્વારા ડિસેમ્બર માસમા ચૂંટણી કાર્ડ મતદાન કાર્ડ માટેના આને સુધારા વધારા માટેના જે 6 ,7,8 અને 8 (ક).ફોમ જે ભર્યા હતા એમાં મોબાઇલ નંબર ફરજીયાત રજીસ્ટર કરવામાં આવ્યો છે. જેથી પ્રથમ તબક્કામાં તારીખ 25 જાન્યુઆરી 2021ની મતદાર યાદીમાં યુનિક મોબાઇલ નંબર ધરાવતા નવા નોંધાયેલ મતદારો અને બીજા તબક્કામાં તારીખ 1 ફેબ્રુઆરી 2021ની યુનિક મોબાઇલ નંબર ધરાવતા તમામ નવા મતદારો e-Epice ડાઉનલોડ કરી શકશે અને જેની સમય મર્યાદા 28 ફેબ્રુઆરી સુધીને ડાઉનલોડ કરી શકશે.

જે જૂના ચૂંટણી કાર્ડ છે એમાં 28 ફેબ્રુઆરી બાદ e-kyc અપડેટ કર્યાબાદ યુનિક મોબાઇલ નંબર ધરાવતા મતદારો ચૂંટણી કાર્ડ માટે e-Epice ડાઉનલોડ કરી શકશે. આમ સોમવારે કરજણ મામલતદાર, નાયબ મામલતદાર ચૂંટણી શાખાના નાયબ મામલતદાર તેમજ ચૂંટણી શાખાના કર્મચારીઓ દ્વારા કરજણ મામલતદાર કચેરી ખાતે e-Epice લોન્ચ કરવામાં આવ્યું હતું. જેથી હવે મતદારો ડિજિટલ લોકરમાં પોતાનું ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરી શકશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો