તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મદદ:કરજણ સુમેરૂ કોવિડ કેર સેન્ટરને 20 ઓક્સિજન ફ્લોરોમીટરનું દાન

કરજણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
કરજણ સુમેરૂ કિવિડ કેર સેન્ટર ખાતે કરજણના  ધારાસભ્ય અક્ષય પટેલ અને VCCI ના સંયુકત સહયોગથી કોવિડ  કેર સેન્ટરને 20 જેટલાં ઓક્સિજન ફ્લોરોમીટર મફત દાનમાં આપવામાં આવ્યા. - Divya Bhaskar
કરજણ સુમેરૂ કિવિડ કેર સેન્ટર ખાતે કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ અને VCCI ના સંયુકત સહયોગથી કોવિડ કેર સેન્ટરને 20 જેટલાં ઓક્સિજન ફ્લોરોમીટર મફત દાનમાં આપવામાં આવ્યા.
  • હવે એક સાથે 20 દર્દીઓને ઓક્સિજનની સેવા મળશે
  • VCCI અને ધારાસભ્ય દ્વારા દર્દીની સેવા માટે દાન અપાયા

કરજણ સુમેરૂ કિવિડ કેર સેન્ટર ખાતે ઓક્સિજનના ફ્લોરોમીટરની જરૂરીયાત હોય અને એના લીધે ઓક્સિજન હોવાં છતા દર્દીને ઓક્સિજન આપવું મુશ્કેલ હતું. જેથી ધારાસભ્યએ આ બાબતે અન્ય જીલ્લાઓમાંથી 20 ઓક્સિજનના ફ્લોરોમીટર મંગાવી વડોદરા VCCI અને કરજણના ધારાસભ્યના સહિયારા અનુદાનથી કરજણ ખાતે આવેલ સુમેરૂ કોવિડ કેર સેન્ટરમાં દાન કરાયા હતા. હવે એક સાથે 20 દર્દીઓને ઓક્સિજન મળી શકશે.

કોરોના મહામારીમાં કરજણના ધારાસભ્ય અક્ષય પટેલે કરજણ સુમેરૂ કોવિડ કેર સેન્ટર અને નારેશ્વર કોવિડ કેર સેન્ટર પર દર્દીઓને હાલાકી ના પડે એ માટે કરજણમાં આવેલા કંપનીઓ અને દાતાઓના સહકારથી અને ખુદ ધારાસભ્યના સહ્યોથી કોવિડ કેર સેન્ટરો પર દર્દીઓને સુવીધાઓ પૂરી પાડવામાં આવે છે.

જ્યારે સુમેરૂ કોવિડ કેર સેન્ટર ખાતે ઓક્સિજનનું સુવીધા તો પ્રોવાઈડ થઈ ગઈ છે પરંતુ ઓક્સિજન માટેના ફ્લોરોમીટરના અભાવે મુશ્કેલી પડતી હતી, જેમાં ધારાસભ્ય અક્ષયભાઈ પટેલે અન્ય જીલ્લામાંથી 20 જેટલા ઓક્સિજનના ફ્લોરોમીટર વડોદરા VCCI અને ખુદ ધારાસભ્ય અક્ષય પટેલના સહિયારા અનુદાનથી સુમેરૂ કોવિડ કેર સેન્ટરના ડો. બીપીન ભલુંને દર્દીઓની સેવા માટે દાનમાં આપવામા આવ્યા. આમા હવે એકસાથે 20 દર્દીઓને ઓક્સિજનની સેવા પૂરી પડી શકાશે.

આ કાર્યક્રમમાં કરજણ શહેર ભાજપા પ્રમુખ ઉપેન્દ્રભાઈ શાહ, પ્રદીપસિંહ રાજ નીખીલભાઇ ભટ્ટા, પરેશસિંહ ઠાકોર, ભરતસિંહ અટાલિયા, ઇશ્વરસિંહ (ટીનાભાઈ) પરમાર તેમજ ભાજપાના કાર્યકરો હાજર રહયાં હતા.

અન્ય સમાચારો પણ છે...