મુલાકાત:જિલ્લા પંચાયત પ્રમુખે અભરા પ્રા. શાળાની મુલાકાત લીધી, પ્રમુખ કે અધિકારીઓને જાણ કર્યા વગર આવ્યા

કરજણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વિઝિટમાં જીલ્લા પંચાયત પ્રમુખ અશોકભાઈ પટેલ. - Divya Bhaskar
વિઝિટમાં જીલ્લા પંચાયત પ્રમુખ અશોકભાઈ પટેલ.
  • હાંડોદ પ્રા. આરોગ્ય કેન્દ્રની પણ મુલાકાત

વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ અશોકભાઈ પટેલે બુધવારે કોઈપણ અધિકારી કે જિલ્લા પંચાયતના સભ્યોને જાણ કર્યા વગર કરજણ તાલુકાના છેવાડાનું ગામ અભરા પ્રાથમિક શાળાની મુલાકાત કરી હતી. બાદમાં પ્રમુખ હાંડોદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી અને ડોક્ટરો તેમજ મેડિકલ સ્ટાફ નિયમિત છે કે કેમ અને કોરોનાનું વેક્સિનેશન યોગ્ય રીતે થાય છે કે નહીં એની ચકાસણી કરી હતી. અભરા ગામની પ્રાથમિક શાળાની વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ અશોકભાઈ પટેલે સરપ્રાઈઝ વિઝિટ કરી હતી.

જેમાં શિક્ષકો નિયમિત આવે છે કે કેમ અને હાલમાં શેરીશિક્ષણ આપવા ગામમાં જાય છે કે નહીં એની તપાસ કરી હતી અને શિક્ષકો સાથે ચર્ચા કરી હતી. બાદમાં હાંડોદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની પણ સરપ્રાઈઝ વિઝિટ કરી કોરોનાની રસી મૂકવાની બાકી હોય એવાને વહેલી તકે રસીકરણ કરવામાં આવે એની મેડિકલ ઓફિસરને સૂચના આપવમાં આવી હતી. આ સરપ્રાઈઝ વિઝિટથી કર્મચારીઓમાં ફફડાહટ ફેલાયો હતો.

અન્ય સમાચારો પણ છે...