તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાજપના સ્થાપના દિનની ઉજવણી:કરજણમાં કોવિડ સેન્ટરના દર્દીઓને ફ્રૂટ, માસ્ક, સ્ટ્રિમ મશીનનું વિતરણ

કરજણ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
ભાજપના સ્થાપના દિન નિમીતે કરજણમાં આવેલ કોવિડ કેર સેન્ટરમાં દર્દીઓને ફ્રુટ, માસ્ક અને સ્ટ્રીમ મશીનનું વિતરણ કરવામાં આવ્યું હતું. - Divya Bhaskar
ભાજપના સ્થાપના દિન નિમીતે કરજણમાં આવેલ કોવિડ કેર સેન્ટરમાં દર્દીઓને ફ્રુટ, માસ્ક અને સ્ટ્રીમ મશીનનું વિતરણ કરવામાં આવ્યું હતું.
 • જિલ્લા પંચાયત પ્રમુખ અને ધારાસભ્યે કોવિડ સેન્ટરની મુલાકાત લીધી

ભાજપાના સ્થાપના દિન નિમીતે કરજણ ભાજપાના કાર્યકરો ધારાસભ્ય આને જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા કરજણ ખાતે આવેલ સુમરૂ નવકાર તીર્થ ચાલતા કોવિડ કેર સેન્ટર ખાતે સારવાર હેઠળ રહેલ દર્દીઓને ફ્રુટ, માસ્ક, અને સ્ટ્રીમ મશીનનું વિતરણ કરવામાં આવ્યું હતું. આમ કરજણ ખાતે આવેલ કોવિડ કેર સેન્ટરમાં અત્યાર સુધીમાં 1200 જેટલા દર્દીઓ સારવાર લઈ ચૂક્યા છે. અને જિલ્લા પંચાયત પ્રમુખ અને ધારાસભ્યે કોવિડ કેર સેન્ટરની પણ મુલાકત લીધી હતી અને બેડ વધારવાની ચર્ચા પણ ડોક્ટર સાથે કરવામાં આવી હતી.

ભાજપના સ્થાપના દિન નિમીતે કરજણ ભાજપાના હોદેદારો ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ વડોદરા જિલ્લા પંચાયત પ્રમુખ અશોકભાઈ પટેલ દ્વારા કરજણ નવકાર તીર્થ ખાતે આવેલ કોવિડ કેર સેન્ટર ખાતે સારવાર લઈ રહેલા કોરોનાના દર્દીઓ માટે ફ્રુટ માસ્ક અને સ્ટ્રીમ મશીન નું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં કોવિડ કેર સેન્ટરના ડો. બીપીન ભલુને ફ્રુટની કીટ માસ્ક અને સ્ટ્રીમ મશીન અર્પણ કરવામાં આવ્યું હતા.

વડોદરા જિલ્લા પંચાયત પ્રમુખ અશોકભાઈ પટેલ કરજણ શિનોર પોરના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ પ્રદેશ કારોબારી સભ્ય અશોકસિંહ મોરી તાલુકા ભાજપા પ્રમુખ જયદીપસિંહ ચૌહાણ, નગર ભાજપા પ્રમુખ ઉપેન્દ્રભાઈ શાહ તેમજ તાલુકા અને નગરના મહામંત્રી ચૂંટાયેલા જિલ્લા તાલુકા પંચાયતના સભ્યો હાજર રહ્યા હતા. તેમજ જિલ્લા પ્રમુખ અશોકભાઈ પટેલ અને ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ દ્વરા કોવિડ કેર સેન્ટરનું મુલાકાત લીધી અને 100 બેડ વધારવાની ચર્ચા પણ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો