ભાસ્કર વિશેષ:આયુષ્યમાન ભારત આરોગ્ય કાર્ડમાં ગરીબ પરિવારમાંથી 1 જ સભ્યનું કાર્ડ બનતાં મુશ્કેલી

કરજણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કુટુંબના મેઈન સભ્યોની ચાર લાખની આવક ધરાવતા ઈસમોને કાર્ડનો લાભ મળે છે
  • અલગ અલગ કાર્ડ ઇસ્યુ કરાતાં અન્ય સભ્યોને કાર્ડ માટે ધરમ ધક્કા ખાવા પડે છે

ભારત સરકાર દ્વારા લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને ગરીબ લાભાર્થીઓને પાંચ લાખની મર્યાદામાં આયુષ્યમાન ભારત આરોગ્ય કાર્ડ અમલમાં મૂક્યું છે. જેમાં કુટુંબના મેઈન સભ્યોની ચાર લાખની આવક ધરાવતા ઈસમોને આયુષ્યમાન ભારત કાર્ડનો લાભ મળે છે. જેમાં પરિવારના દરેક સભ્યોને અલગ-અલગ કાર્ડ ઇશ્યૂ કરવામાં આવે છે. હાલમાં લાભાર્થીઓ કાર્ડ કઢાવવા જાય છે તો પરિવારના એક જ સભ્યોનું કાર્ડ નીકળે છે, જ્યારે અન્ય સભ્યોને કાઢવા માટે વારંવાર ધક્કા ખાવાનો વારો આવે છે.

આમ એક જ રેશનકાર્ડ અને એક જ આવકનો દાખલો હોવા છતા કુટુંબના અન્યા સભ્યોના કાર્ડ નીકળતા નથી. ભારત સરકારેમાં અમૃત કાર્ડ બાદ હવે ભારત સરકાર દ્વારા ગરીબ અને જે પરિવારના વડાની 4 લાખની આવક મર્યાદા હોય એવા પરિવારના આરોગ્ય માટે 5 લાખની સારવાર ખર્ચનું આયુષ્યમાન ભારત આરોગ્ય કાર્ડ અમલમાં મૂક્યું છે. જેમાં એક પરિવારમાં જેટલા સભ્યો હોય એટલા સભ્યોનું કાર્ડ નીકળે છે અને હાલમાં એ કાર્ડ કાઢવાની પ્રક્રિયા ચાલુ છે. જેમા પરિવારનું એક જ રેશનકાર્ડ એક હોય અને પરિવારના મોભીનો આવકનો દાખલો હોવા છતાં પણ પરિવારના એક સભ્યનું કાર્ડ બને છે અને અન્ય સભ્યોના કાર્ડ બનતા નથી.પેન્ડિંગમાં હોય છે.

આમ આખો પરિવાર કાર્ડ કઢાવવા માટે જાય છે ત્યારે એક સભ્યનું જ કાર્ડ બને અન્ય સભ્યોને આયુષ્ય માન કાર્ડ કઢાવવા સેન્ટર પર ધરમ ધક્કા ખાવા પડે છે. જેથી પરિવારના તમામ સભ્યોના કાર્ડ સાથે નીકળે એવી લાભાર્થીઓની માગ છે. રેશનકાર્ડ આધાર કાર્ડ અને આવકનો દાખલો હોવા છતાં કાર્ડ એક જ સભ્યનું નીકળે છે.

અન્ય સમાચારો પણ છે...