તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:30 વર્ષથી નિયમિત ચાલતી કરજણ, માલસર નાઈટ બસ શરૂ કરવા માગ

કરજણ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કરજણથી શિનોર વચ્ચેના 9 ગામોના લોકોને પડતી મુશ્કેલી
 • કરજણથી શિનોર વાયા બદલી થઈને બે ટાઈમની બસ શરૂ કરવા રજૂઆત

કરજન અને શિનોરને જોડતી નેરોગેજ ટ્રેન ઘણા સમયથી બંધ છે. સાથે સાથે કરજણથી માલસરની રાત્રે 8-00 વાગે ઉપાડતી કરજણ માલસર નાઈટ બસ કરજણ ડેપો દ્વારા ચાલતી હતી. જે છેલ્લાં ઘણા સમયથી કરજણ ડેપો દ્વારા બંધ કરવામાં આવી છે. આ બસ છેલ્લાં ઘણા સમયથી કરજણ ડેપો દ્વારા બંધ કરવામાં આવતા કરજણથી શિનોર વચ્ચેના 9 ગામોના મુસાફરો તથા નોકરિયાતો અપડાઉન કરતા વેપારીઓ અને વિદ્યાર્થીઓને ભારે તકલીફ પડે છે. રાત્રે 8-00 ઉપરથી આ બસ કરજણ ડેપો દ્વારા બસનું સંચાલન વ્યવસ્થિત ન થતા અને બસ અને મિત્રતા બસને પુરતો ટ્રાફિક મળતો ન હતો. જેથી કરીને કરજણ ડેપો દ્વારા આ બસ બંધ કરી દેવામાં આવી હતી.

હાલમાં કરજણથી માલસરની નેરોગેજ ટ્રેન પણ ઘણા સમયથી બંધ છે. કરજણ અને શિનોર તાલુકો એક જ વિધાનસભા ક્ષેત્રમા હોવાથી તથા કરજણ શિનોરની પ્રાંત અધિકારીની કચેરી પણ કરજણ મુકામે હોવાથી આ બે તાલુકાના લોકો વચ્ચે અવર જવર વધારે રહે છે. કરજણથી શિનોર વચ્ચે વહેલી સવારે બે ટાઈમ એસ.ટી.ના છે.

જ્યારે કરજણ બોર્ડ દ્વારા કરજન માલસર બસ સવારે 9-30 કલાકે કરજણ ડેપોથી ઉડીને માલસર મુકામે જય છે. જ્યારે આ બસ 11-00 પરત કરજણ જાય છે. કરજણ શિનોર વચ્ચે વાયા સાવલી સુરાસામળ થઈને ઓછામાં ઓછા ત્રણ એસટી બસના સમય જરૂરી છે. જ્યારે કરજણથી શિનોર વાયા બદલી થઈને બે ટાઈમની બસ શરૂ થવી જરૂરી છે. ચૂંટેલા લોકપ્રતિનિધિઓ પ્રજાની મુસીબતને ધ્યાનમાં રાખીને ઉચ્ચસ્તરે રજૂઆત કરે તેવી લોકમાંગ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો