સુવિધાનો અભાવ:કરજણ આરોગ્ય કેન્દ્રમાં ફાર્માસિસ્ટ-સુપ્રિન્ટેન્ડન્ટની જગ્યા પૂરવાની માગ

કરજણ25 દિવસ પહેલા
  • કૉપી લિંક

કરજણ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સુવિધાના અભાવે દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં સહારો લેવાનો વારો આવે છે કરજણ નગરમાંથી નેશનલ હાઇવે અને મુંબઈ દિલ્હી રેલવે લાઇન પસાર થાય છે જેને લઇને અનેક અકસ્માતો થાય છે પરંતુ કરવું સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા ઘણા સમયથી ફાર્માસિસ્ટ ની જગ્યા ખાલી છે તેમજ સુપ્રિટેન્ડનની જગ્યા ખાલી છે.

તેમજ સામુહીક આરોગ્ય કેન્દ્ર માં આવેલી એમ્બ્યુલન્સ પણ બંધ હાલતા માં છે જેથી દર્દીઓ ને અનેક સમસ્યા નો સામનો કરવો પડે છે અને દર્દીને વધુ સારવાર.માટે વડોદરા રિફર કરાવા માટે ખાનગી વાહનનો ઉપીયોગ કરવો પડે છે. આમ કરજણ સામુહિક આરોગ્ય કેન્દ્ર ને અપગ્રેડ કરવામાં આવે તો દર્દીઓ ને કરજણ ખાતેજ સારવાર મળી રહે .તેમજ સ્ટાફ ની ઘટ વહેલી તકે ભરવામાં આવે એવી માંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...