રજુઆત:કરજણ તાલુકાના પ્રાથમિક શિક્ષકો દ્વારા પુરવણી બિલ અને સમયસર પગાર કરવાની માગ

કરજણ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તાલુકા વિકાસ અધિકારીને આવેદન પત્ર આપવામાં આવ્યું

કરજણ તાલુકાના શિક્ષકો તેમજ શિક્ષક ઘટક સંગ અને સ્વૈચ્છિક શિક્ષક સંઘ બંનેસિંઘ દ્વારા આજ રોજ તાલુકા વિકાસ અધિકારીને તેઓની માગણીને લઇને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં પુરવણી બીલનુ ચુકવણું કરવામાં આવે પગાર સમયસર થતો ન હોવાની રજૂઆતોને લઈને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપીને પુરવણી બિલ છૂટું કરવાની માંગણી કરવામાં આવી હતી. તેમજ શિક્ષણ કચેરીમાં માત્ર એક જ સીનીયર ક્લાર્કથી ચાલતી હોય જેને લઇને કચેરીનો સ્ટાફ વઘારની પણ માગણી કરવામાં આવી હતી.

કરજણ તાલુકા પ્રાથમિક શિક્ષકોના પુરવણી બિલ લઈને તેમજ નિયમિત પગારની માગણી સાથે આજરોજ કરજણ તાલુકા પ્રાથમિક શિક્ષણ ઘટક શિક્ષક સંઘ તેમજ સ્વૈચ્છિક શિક્ષણ સંઘ દ્વારા સંયુક્તપણે તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં શિક્ષકો હાજર રહ્યા હતા. તેઓને માંગ હતી કે પુરવણી બીલની ગ્રાન્ટ આવી ગઈ છે. છતાં પણ પુરવણી હજુ સુધી ચૂકવવામાં આવ્યા નથી.

તેમજ પગાર પણ અનિયમિત થતો હોય જેથી પગાર નિયમિત કરવામાં આવે તેમજ ગંધારા ગ્રુપ પ્રાથમિક શાળામાં આવતી 8 જેટલી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોના 9નો 20નો અને 31 વર્ષનું ઉચ્ચતર પગાર ધોરણ મંજૂર કરવામાં આવી નથી. જેથી ઉચ્ચતર પગાર ધોરણ મંજૂર કરવામાં આવે તેવી માગણી સાથે શિક્ષકોને અને શિક્ષક સંઘ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.ઉલ્લેખનીય છે કે અગાઉના ઇન્ચાર્જ ટીપીઓ દ્વારા પણ કોઈપણ જાતની પુરવણી બિલ ચૂકવવાની કાર્યવાહી કરવામાં આવી નથી. જ્યારે સાવલીના ટીપીઓને કરજણના પિકીનો ચાર્જ બે માસથી આપવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...