મોંઘવારીમાં જીવવું મુશ્કેલ:GRDના જવાનોનું ભથ્થું વધારવાની માગ, કરજણ તાલુકામાં દિવસ-રાત 300 જેટલા જીઆરડી જવાનો ફરજ બજાવે છે

કરજણ24 દિવસ પહેલા
  • કૉપી લિંક

કરજણ નગર અને તાલુકામાં પોલીસ સાથે રાત્રે અને દિવસે બ્યુટી બજાવતા 300 જેટલા જી.આર.ડી જવાનો અને બહેનો ફરજ બજાવે છે. જેમાં જીઆરડી જવાનોને એક દિવસનું 230 રૂપિયા ભથ્થું આપવામાં આવે છે. જેને લઈને રાત-દિવસ ફરજ બજાવતા જીઆરડી જવાનો અને બહેનોને હાલની મોંઘવારીમાં જીવવું મુશ્કેલ બન્યું છે.

કરજણ નજીક આવેલી ખાનગી કંપનીઓમાં રૂા. 390થી 450 એક દિવસનો રોજ આપવમાં આવે છે. જ્યારે હોમગાર્ડ જવાનોને રૂા. 304 એક દિવસનું ભથ્થું આપવમાં આવે છે. જેથી જીઆરડી જવાના ભથ્થું વધારો કરવાની માગ ઉઠવા પામી છે. કરજણ પોલીસની સાથે સાથે રાત્રે અને દિવસે પોલીસની સમકક્ષ ફરજ બજાવતા 300 જેટલા જી.આર.ડી.ના જવાનો અને બહેનો પોતે ફરજ બજાવે છે. તો કેટલાક પોલીસ વાન પર પણ ફરજ બજાવે છે.

તેમજ પોલીસ અને હોમગાર્ડ સાથે દિવસે અને રાત્રે વિવિધ પોઇન્ટ પર ફરજ બજાવે છે. જ્યારે જી.આર.ડી બહેનો રાત્રે પણ પોઇન્ટ પર ફરજ બજાવે છે. પોલીસની સાથે સાથે ફરજ બજાવતા હોવા છતા જીઆરડી જવાનો અને બહેનોને માત્રા 230 રૂપીયા એક દિવસનું ભથ્થું આપવમાં આવે છે. જ્યારે હોમગાર્ડ જવાનોને રૂા. 304 એક દિવસનું ભથ્થું આપવમાં આવે છે. જ્યા

રે કરજણ નજીક આવેલી ખાનગી કંપનીઓમાં 390થી 450 રૂપીયા રોજ આપવમાં આવે છે. જેથી કરજણ નગર અને તાલુકામાં વાર તહેવારે ધાર્મીક સ્થળો પર અને કરજણ નગર અને તાલુકા આવેલ વિવિધ પોલીસ પોઇન્ટ પર રાત-દિવસ પોલીસ સાથે ફરજ બજાવતા જીઆરડી જવાનો અને બહેનોને રોજનું ભથ્થું વધારવાની માગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...