ભાસ્કર વિશેષ:કરજણમાં બ્રિજ પરથી એંગલો દૂર કરી દેવાતાં જોખમ

કરજણ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભારદારી વાહનો માટે મારેલી એંગલો 25 દિવસથી હટાવી દેવાઇ હતી

કરજણ નવા બજાર અને જુના બજારને જોડતો રેલવે ઉપરનો જુનો ઓવરબ્રીજ છેલ્લા ઘણા મહિનાઓથી જર્જલીત હાલતમાં થઈ ગયો હોવાથી છેલ્લા છ મહિનાથી ભારદારી વાહનો માટે પ્રવેશ બંધી કરી દેવામાં આવી હતી. પુલના બંને છેડા પર ભારદારી વાહનો પસાર ન થાય એ માટે એંગલો મારી દેવામાં આવી હતી. પરંતુ પુલનો સમારકામ કર્યા વગર જ છેલ્લા 25 દિવસથી બંને બાજુ મારેલી એંગોલો કાઢી નાખવામાં આવી છે.

જેને લઇને ભારદારી વાહનો જુના ઓવર બીજ પરથી પૂર ઝડપે પસાર થઈ રહ્યા છે. તો શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? કરજણ નવા બજાર અને જુના બજારને જોડતો રેલવે ઉપર આવેલો જુનો ઓવરબ્રિજ છેલ્લા ઘણા મહિનાઓથી જર્જરી હાલતમાં થઈ જવા પામ્યો છે. જેને લઈને તંત્ર દ્વારા બ્રિજને બંને છેડાઓ પરથી એંગલો મારીને ભારદારી વાહનો માટે પ્રવેશબંધી કરી દેવામાં આવી હતી. પરંતુ અવારનવાર એંગલો તોડીને ભારધારી વાહનો પસાર થઈ જતા હતા.

ત્યારે છેલ્લા 25 દિવસથી તંત્ર દ્વારા રોડની બંને બાજુએ મારવામાં આવેલ લોખંડના એંગલો કાઢી નાખવામાં આવ્યા છે. જેને લઈને ભારદારી વાહનોપુર ઝડપે બ્રિજ પરથી પસાર થઈ રહ્યા છે. જ્યારે ઘણા વર્ષો અગાઉ આ બ્રિજનો એક ભાગ તૂટી જવા પામ્યો હતો. પરંતુ સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી.

હાલમાં જર્જરી બ્રિજ પર ભારદારી વાહન પસાર થવાથી બ્રિજ ગમે ત્યારે ધરસાઈ થઈ જાય એવા એંધાણ છે. જેને લઈને તંત્ર દ્વારા ભારદારી વાહનો માટે આ બ્રિજ બંધ કરવામાં આવે એવી માગ ઉઠવા પામી છે. તંત્રની બેદરકારીનો ભોગ વાહન ચાલકો બને તો નવાઈ નહીં.

અન્ય સમાચારો પણ છે...