કોમ્પ્યુટર શિક્ષણ:કોસ્મો ફાઉન્ડેશને કાનમ વિદ્યામંદિર ચોરંદાને 12 કોમ્પ્યૂટરનું દાન આપ્યું

કરજણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગરીબ વર્ગના વિદ્યાર્થીઓ મફત કોમ્પ્યૂટર શિક્ષણ મેળવી શકશે

ગામડાઓમાં આવેલા ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ કોમ્પ્યુટરનો અભ્યાસ કરી શકે એ હેતુથી કોસ્મો ફાઉન્ડેશન દ્વારા કરજણ તાલુકાના ચોરંદા ગામે આવેલી કાનમ વિદ્યામંદિર ખાતે 12 જેટલા કોમ્પ્યુટરનું દાન કરવામાં આવ્યું છે. ગામડાઓમાં મધ્યમ વર્ગના ગરીબ વર્ગના વિદ્યાર્થીઓ મફત કોમ્પ્યુટર શિક્ષણ મેળવી શકશે.

વિદ્યાર્થીઓ માટે બુકબેન્ક,સ્કૂલ યુનિફોર્મ, નોટબુક્સ વિગેરેનું ઉદાર હાથે દાન કરનાર કોસ્મો ફાઉન્ડેશને શ્રી કાનમ વિદ્યામંદિર, ચોરદાંના વિદ્યાર્થીઓ કોમ્પ્યુટરનું શિક્ષણ વધુ સારી રીતે મેળવી શકે એ માટે 12 ડેસ્કટોપનું દાન કર્યું છે. ગ્રામ્ય વિસ્તારના ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારના બાળકો ઉત્તમ અને ઉચ્ચ કક્ષાનું શિક્ષણ મેળવે અને શૈક્ષણિક સામગ્રીના અભાવે શિક્ષણથી વંચિત ન રહે એવા પ્રયાસોના ભાગરૂપે શૈક્ષણિક સંસ્થાઓને વિવિધ સ્વરૂપે મદદ કરતી કોસ્મો ફાઉન્ડેશન દ્વારા કરજણ તાલુકાના ચોરદાં ગામે આવેલ શ્રી કાનમ વિદ્યામંદિરના પ્રાથમિક અને માધ્યમિક વિભાગમાં અભ્યાસ કરતા લગભગ 250 જેટલા વિદ્યાર્થીઓ કોમ્પ્યુટરનું પ્રેક્ટિકલી શિક્ષણ વધુ સારી રીતે મેળવી શકે એ માટે શાળાની કોમ્પ્યુટર લેબને 12 ડેસ્કટોપનું દાન કર્યું છે. સરકાર દ્વારા ચલાવાઇ રહેલી ડિજિટલ ઇન્ડિયાની મુહિમમાં વર્તમાન વિદ્યાર્થીઓને સાંકળવાનો પ્રયાસ કરવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...