કોરોના સંક્રમણ:કોઠીયા ગામે એક વૃદ્ધાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ

કરજણ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કોન્ટોક્ટમાં આવેલ લોકોના રિપોર્ટની તજવીજ હાથ ધરાઈ
  • કોરોનાગ્રસ્તને​​​​​​​ પોતાના ઘરમાં જ હોમ આઈસોલેટ કરાયા છે

કોરોના બાદ હવે જનજીવન અને ધંધા રોજગાર રાબેતા મુજબ થઇ ગયા છે. ત્યારે કરજણ તાલુકાના નર્મદા નદી કિનારે આવેલા એક નાનકડા કોઠીયા ગામમાં એક વૃદ્ધ મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર સાબદુ બની જવા પામ્યું છે. આરોગ્ય ખાતા દ્વારા કોરોનાગ્રસ્તના કોન્ટોક્ટમાં આવેલા ઈસમોના કોરોનાના રીપોર્ટ કાઢવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. આમ કરજણ તાલુકા કોરોના પોઝિટીવનો એક કેસ પોઝેટીવ મળી આવતા તંત્રમાં દોડધામ મચી છે.

કરજણ તાલુકાના નર્મદા નદી કિનારે આવેલ કોઠીયા ગામમાં 67 વર્ષની વૃદ્ધ મહિલાનો કોરોનાનો રીપોટ પોઝિટીવ આવતા કરજણ તાલુકાનું આરોગ્ય તંત્ર દોડતું થયું છે. અને કોરોનાગ્રસ્ત વૃદ્ધ મહિલાના સંપર્કમાં આવેલ ઈસમોના કોરોનાના રીપોર્ટની તજવીજ હાથ ધરેલ છે. જ્યારે કોરોના પોઝિટીવ વૃદ્ધ મહિલાને કોઠીયા ગામે પોતાના ઘરમાં જ હોમ આઇસોલેટ કરવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...