તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:કરજણ નગરમાં રોડના કામનું ખાતમુહૂર્ત યોજાયું, 1 કરોડની ગ્રાન્ટમાંથી રોડ સર્ફેસીંગની કામગીરી હાથ ધરાશે

કરજણ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

કરજણ નગરમાં આવેલ કોર્ટની બાજુમાં આવેલ રોડનું ખાતમુહૂર્ત કરજણના ધારાસભ્ય અને નગર પાલીકા પ્રમુખના હસ્તે યોજાયું હતું. જેમા રોડના કરજણ નગરમાં 1 કરોડની ગ્રાન્ટમાંથી રોડ સફેસીંગ કરવામાં આવશે. જ્યારે કરજણ તાલુકાના આટલી ગામથી કોલીયાદ ગામને જોડતા રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતુ. જે રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. 2.20.કરોડના ખર્ચે ઐતીહાસીક વણઝારી વાવાને જોડતો રોડ નવો બનશે.

કરજણ નગરમાં નગર પાલીકા હસ્તકનો રોડોનું સરફેસીંગ માટે ની 1 કરોડની ગ્રાન્ટમાંથી કરજણ કોર્ટની પાછળના રોડનું ખાતમુર્હૂત કરજણ શિનોરના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ અને નગર પાલીકા પ્રમુખ મીનાબા ચાવડા, ઉપ પ્રમુખ જયેશભાઈ પટેલના હસ્તે યોજાયું હતું. જેમા કરજણ નગર પાલીકા દંડક દેવેન્દ્રસિંહ ચાવડા, જીતેન્દ્રસિંહ ચાવડા, ધર્મેશભાઈ અમીન, નગર ભાજપા પ્રમુખ ઉપેન્દ્રભાઈ શાહ, મહામંત્રી શૈલેષભાઈ પાવા તેમજ નગર પાલીકાના અધીકારી હાજર રહ્યા હતા.

કરજણ તાલુકાના આટલી ઉરદ અને કોલીયાદ ગામવચ્યે આવેલી ઐતીહાસીક વણઝારી વાવને જોડતો આટલીથી કોલીયાદ ગામને જોડતો રોડ 2.20 કરોડના ખર્ચે મંજૂર થયેલ રોડનું ખાતમુર્હૂત કરજણના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલના હસ્તે યોજાયું હતું. જેમાં કોલીયાદના અશ્વીનભાઈ પટેલ અટાલીના જીતુભાઈ પટેલ તેમજ કોલીયાદ ગ્રામજનો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો