ફરિયાદ:કરજણ બીઆરસી ભવન પાસે સ્થાનિકો દ્વારા કચરો નખાતાં પાલિકામાં ફરિયાદ

કરજણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગંદકી ફેલાવતા ઈસમો સામે કાર્યવાહી કરવા પાલિકામાં અરજી કરાઈ

કરજણ નવા બજાર વિસ્તારમાં જૂન શાકમાર્કેટ પાસે આવેલ બીઆરસી ભવનના કમ્પાઉન્ડમાં કરજણ 2 પ્રાથમીક શાળા આવેલ છે. તેમજ બીઆરસીની કચેરી આવેલી છે. તેમજ તાલુકા શિક્ષણ અધીકારીની કચેરી આવેલ છે. જ્યારે દીવ્યાગ બાળકોનું રિસર્ચ સેન્ટર આવેલ છે. જેમાં રિસર્ચ સેન્ટરની બાજુમાં કરજણ મેઈન બજારની દુકાનો અને હોટલનો પાછળનો ભાગ આવેલ છે.

જેમા મેઈન બજારના દુકાન દારો અને હોટલ સંચાલકો અને રહીશો દ્વારા કમ્પાઉન્ડ બોલની પાછળ કચરો અને ગંદુ પાણી તેમજ એઠું નાખવામાં આવે છે. જેના લીધે ગંદકી ફેલાય છે. તેમજ તાલુકાના શિક્ષકોની ટ્રેનીંગ પણ ત્યાં જ યોજતી હોવાથી ગંદકીને લીધે અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે. જ્યારે બીઆરસી કો ઓર્ડીનેટર દ્વારા સાફસફાઈ કરવામાં આવે છે. પરંતુ ફરી પાછી ગંદકી કરવામાં આવે છે. જેથી બીઆરસી કો ઓર્ડીનેટર દ્વારા કરજણ નગર પાલીકામાં ગંદકી ફેલાવતા ઈસમો સામે કર્યવાહી કરવાની અરજી આપવામા આવી છે.

અન્ય સમાચારો પણ છે...