તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એટ્રોસિટી:માંકણમાં જમીનના પંચકયાસમાં વિવાદિત બોલાચાલીમાં ફરિયાદ

કરજણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 3 વિરુદ્ધ એટ્રોસિટી મુજબ એક પક્ષે ફરિયાદ

કરજણ તાલુકાના માંકણ ગામે વિવાદી જગ્યા માટે કરજણ કોર્ટમાં કેસ ચાલતો હોઇ વિવાદીત જગ્યાનું કોર્ટ કમિશ્નર દ્વારા માંકણ ગામે વિવાદીત જગ્યાનો પંચક્યાસ કરવા જતા વાડી અને પ્રતીવાડી વચ્યે પ્રતીવાદીએ વાદીને જતીવિષયક અપશબ્દો બોલી ગામ છોડાવી દેવાની ધમકી આપતા વાડીએ પ્રતીવાદી સામે કરજણ પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોધી કર્યવાહી હાથ ધરેલી છે.

કરજણ તાલુકાના માંકણ ગામની વિવાદીત જમીમની મેટર ચાલતી હોય જેમાં કરજણ કોર્ટે વિવાદીત જમીન માટે કોર્ટ કમિશ્નર નીમતા 8 ઓગષ્ટ 2021 નારોજ માંકણ ગામે વિવાદીત જમીનનો પંચાક્યાસ કરવા માટે ગયેલા, જેમાં પક્ષકાર તરીકે રામજીભાઈ ગોરધનભાઈ વસાવા, શરીફ અહમદ દેસાઈ , પ્રતાપ ઝવેરભાઈ વસાવા જ્યારે પંચક્યાસ કરતી વખતે વલી મહંમદ આદમ પટેલ, યુનુસ મહંમદ ઉઘરાદાર અને નીમીઆસબેન યુનુસ ઉઘરાદાર હાજર હતા અને નીમીઆસબેન શરીફને ગમે તેવી ગાળો બોલી ઉશ્કેરવાનો પ્રયત્ન કરતા હતા અને ત્રણેય ઈસમો મોટે મોટેથી બોલાચાલી કરતા ગામના લોકો ભેગા થયેલા જેમાં કોર્ટ કમિશ્નરે પંચક્યાસ કરવાનું બંધ રાખી કહેલું કે હવે પોલીસ બંધોબસ્ત વચ્યે પંચક્યાસ કરવો પડશે એમ કહીને જતા રહેલા બાદમાં વલી મહંમદ આદમ પટેલ, યુનુસ મહંમદ ઉઘરાદાર અને નીમીઆસબેન યુનુસ ઉઘરાદારનાઓ રામજી વસાવાને ગમે તેમ ગાળો બોલતા હોઇ રામજીભાઈ વસાવાએ ગાળો બોલવાની ના પાડતા વધારે ઉશ્કેરાઈ જઈ વલી મહંમદ આદમ પટેલનાઓ રામજીભાઈ વસાવાને જાતિવિષક અપશબ્દો બોલી એ આ જગ્યા મુસ્લીમની છે. તમારે શું લેવાદેવા, તમને ગામ છોડાવી દઈશ એમ ધમકી આપેલી તેમજ યુનુસ મહંમદ ઉઘરાદાર અને નીમીઆસબેન યુનુસ ઉઘરાદાર પણ રામજીભાઈ વસાવાને ગમે તેમ ગાળો બોલતા રામજીભાઈ વસાવાએ કરજણ પોલીસ સ્ટેશનમાં વલી મહંમદ આદમ પટેલ, યુનુસ મહંમદ ઉઘરાદાર અને નીમીઆસબેન યુનુસ ઉઘરાદાર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોધી તપાસ હાથ ધરેલી છે .

અન્ય સમાચારો પણ છે...