કામગીરી:કરજણ નવા બજાર વિસ્તારમાં 2 બાળકોને કોલેરા પોઝિટીવ

કરજણ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તંત્રે માત્ર પાણીપુરીની લારીઓ બંધ કરાવીને કામગીરીનો સંતોષ વ્યક્ત કર્યો
  • આરોગ્ય તંત્રે સર્વેની કામગીરી હાથધરી ક્લોરીનની ગોળીનું વિતરણ કર્યું

કરજણ નવા બજાર વિસ્તારમાં આવેલી ગોવિંદ બેચરની ચાલીમાં રહેતા 2 બાળકોને કોલેરાનો રિપોર્ટ પોઝિટિવ આવતા ગોવિંદ બેચરની ચાલીમાં કરજણ આરોગ્યતંત્ર દ્વારા સર્વેની કામગીરી હાથ ધરાઈ છે. કરજણ નવાબજાર વિસ્તારમાં આવેલી ગોવિંદ બેચરની ચાલીમાં 2 બાળકોને કોલેરાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેને લઇને આરોગ્ય તંત્ર દ્વારા સર્વે કામગીરી હાથ ધરવામાં આવી છે.

જ્યારે બીજી તરફ નગરપાલિકા દ્વારા માત્રને માત્ર નગરમાં આવેલી પાણીપુરીની લારીઓ બંધ કરાવી હતી. જ્યારે બીજી તરફ બરફના ગોળા અને અન્ય ખાણીપીણીની લારીઓ ધમધમી રહી છે. આમ કરજણ નગરમાં કોલેરાના 2 કેસ પોઝિટિવ મળી આવ્યા છતાં જ તંત્ર દ્વારા છુપાવવાની કોશિશ કરવામાં આવી છે. જ્યારે કરજણ અર્બન હેલ્થ સેન્ટર દ્વારા ગોવિંદ બેચરની ચાલીમાં સર્વે કામગીરી હાથ ધરવામાં આવેલ છે. અને આ વિસ્તારમાં પીવાના પાણીમાં નાખવાની ક્લોરીનની ગોળીઓનું વિતરણ કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...