તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખરીદી:સીસીઆઈ દ્વારા ખેડૂતોનું તમામ કપાસ ખરીદવાની બાંહેધરી અપાઈ

કરજણ9 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કરજણ બજાર સમિતિના ચેરમેને કપાસ ખરીદવા લેખિતમાં બાંહેધરી આપી
  • કરજણ અને આજુબાજુના તાલુકાના કપાસની ખરીદી કરાશે

કરજણ તાલુકામાં અને વડોદરા જિલ્લામાં હાલમાં ખેડૂતો કપાસ આવી ગયો છે. ત્યારે સીસીઆઇ દ્વારા ટેકાના ભાવથી કપાસની ખરીદી કરવામાં આવી રહી છે. આમ કરજણ ખાતે ગામ પ્રમાણે સી.સી.આઇ દ્વારા ખરીદી કરવામાં આવી રહી છે. જ્યારે સી.સી.આઇના અધિકારી દ્વારા કરજણ બજાર સમિતિના ચેરમેનને તાલુકાના તેમજ તાલુકા આજુબાજુના તાલુકાના તમામ ખેડુતોને કપાસ ખરીદવાની લેખિતમાં બાંહેધરી આપી હતી.
આજુબાજુના તાલુકાના ખેડૂતોના કપાસની ખરીદી પણ કરવામાં આવશે
કોરોના વાઇરસના કહેર વચ્ચે કપાસની ખરીદી થઇ રહી છે. જેમાં બજાર સમિતિ દ્વારા ગામડાઓમાં જઇને ખેડૂતોનો કપાસની ચકાસણી કરીને બજાર સમિતિ દ્વારા આપવામાં આવતી પાવતી પ્રમાણે ખેડૂતે સીસીઆઇમાં ગામનો જ્યારે વારો આવે ત્યારે કપાસ નાખવા જવાનું હોય છે. કરજણ બજાર સમિતિના ચેરમેન સતિષભાઈ પટેલ સાથે સી.સી.આઇના અધિકારી ડી. ડી. સોલંકી સાથે થયેલી ચર્ચા મુજબ કરજણ તાલુકાના એક પણ ખેડૂતો કપાસ બાકી નહિ રહે અને તમામ ખેડૂતોના કપાસની ખરીદી સીસીઆઇ દ્વારા કરવામાં આવશે. તેમજ આજુબાજુના તાલુકાના ખેડૂતોના કપાસની ખરીદી પણ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો