કવાયત:કરજણમાં રખડતા ઢોર પકડીને પાંંજરાપોળમાં મોકલાશે

કરજણ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોઈએ પણ પોતાના ઢોરોને છૂટા મૂકવા નહીં તેવી પાલિકા દ્વારા જાહેરાત કરાઈ

કરજણ નગરમાં રખડતા ઢોરોના ત્રાસથી રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જેમાં કરજણ નગર પાલીકા દ્વારા કરજણ નગરમાં જાહેરાત કરવામાં આવેલ છે કે કોઈએ પણ પોતાના ઢોરોને છુટ્ટા મૂકવા નહીં. કરજણ નગરમાં રખડતા બિનવારસી ઢોરોને પાલીકા દ્વારા પકડીને પાંજરાપોળ મોકલી દેવામાં આવશે. આવી જાહેરાત કરવામાં આવેલ છે. જેથી હવે આવનાર દીવસોમાં નગર પાલીકા દ્વારા રખડતા ઢોરો પકડવામાં આવશે. જેથી નગર જનોને રખડતા ઢોરોના ત્રાસથી છુટકારો મળશે.

કરજણ નગરમાં કેટલાક પશુપાલકો દ્વારા પોતાના ઢોરને છુટ્ટા મુકી દેવામાં આવે છે. અને રખડતા ઢોરોના લીધે કરજણ નગરના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને ઢોરોમેઈન રોડ પર રાત્રે અડીંગો જમાવીને બેસી જાય છે. જેથી વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. કરજણ નગર પાલીકા દ્વારા કરજણ નગરમાં જાહેરાત કરવામાં આવી છે કે નગરમાં રખડતા બિનવારસી ઢોરો ઝડપાશે તો ઢોરોને પાંજરાપોળ ખાતે મોકલી આપવમાં આવશે.

હાલ તો સૂચના આપીને ચેતવણી અપાઈ છે
હાલમાં જાહેર સૂચના આપીને રખડતા ઢોરો બાબતે ચેતવણી આપવામાં આવી છે. 10 દિવસ પછી બિનવારસી રખડતા ઢોરોને પકડીને પાંજરાપોળ મોકલી આપવામા આવશે. > જયેશભાઈ પટેલ, ઉપ પ્રમુખ, કરજણ નગર પાલિકા

અન્ય સમાચારો પણ છે...