કામગીરી:કરજણમાં પૂર્વ ધારાસભ્યના કાર્યાલય પરથી ભાજપના બેનરોને દૂર કરાયાં

કરજણ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
કરજણ વિધાનસભામાં અક્ષય પટેલની ટિકિટ જાહેર થતાં પૂર્વ ધારાસભ્ય સતીષ નિશાળીયાની ઓફિસ પરથી ભાજપાના નેતાઓના બેનરો દૂર કરવામાં આવ્યા હતા. - Divya Bhaskar
કરજણ વિધાનસભામાં અક્ષય પટેલની ટિકિટ જાહેર થતાં પૂર્વ ધારાસભ્ય સતીષ નિશાળીયાની ઓફિસ પરથી ભાજપાના નેતાઓના બેનરો દૂર કરવામાં આવ્યા હતા.
  • વર્તમાન ધારાસભ્યને રીપિટ કરવામાં આવતાં રોષ
  • પૂર્વ ધારાસભ્યના કાર્યાલયનું પ્રદેશ પ્રમુખે ઉદ્દઘાટન કર્યુ હતું

કરજણ શીનોર વિધાનસભામાં આજરોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા રનીંગ ધારાસભ્ય અક્ષયભાઈ પટેલની ટિકિટ જાહેર કરવામાં આવતાં જ ગરમાવો આવી ગયો હતો. ત્યારે કરજણના પૂર્વ ધારાસભ્ય સતિષભાઈ પટેલના કાર્યાલયનું પાંચ મહિના અગાઉ જ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા ખુલ્લુ મુકાયુ હતું. તે કાર્યાલય ખાતેના ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓના બેનરો દૂર કરવામાં આવ્યા હતા. કાર્યાલયના એક તરફના બેનરો દૂર કરવામાં આવ્યા હતાં.

જયારે બીજી બાજુ પુર્વ ધારાસભ્યનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરતાં તેઓનો સંપર્ક થઇ શક્યો ન હતો. જોકે પુર્વ ધારાસભ્યની બાદબાકી આગામી દિવસોમાં શુ સ્થિતિ સર્જશે ? તે તો સમય જ બતાવશે. વિધાનસભાની ચૂંટણીમાં કરજણ શીનોર બેઠક પરથી ધારાસભ્ય અક્ષયભાઇ પટેલને ભાજપ દ્વારા પુન: ટિકિટ આપી રિપિટ કરવામાં આવ્યા હતાં. જેમાં પૂર્વ ધારાસભ્ય દ્વારા પણ ટિકિટની માંગણી કરવામાં આવી હતી. બે વચ્ચે બેઠક માટે કાંટાની ટક્કર ચાલતી હતી.

જેમાં અક્ષયભાઈ પટેલની ટિકિટ જાહેર થતાં પુર્વ ધારાસભ્ય સતિષ નિશાળીયાના કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોના નેતાઓના લગાવેલા બેનરો અને પોસ્ટરો દૂર કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનિય છેકે, પાંચ મહિના અગાઉ જ આ કાર્યાલયનું ઉદ્દઘાટન ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા કરવામાં આવ્યું હતું. અને સાત દિવસ અગાઉ જ સીઆર પટેલનો પુત્રએ પણ આ કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લીધી હતી. જે કાર્યાલય પર લગાવેલા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોના બેનરો ટીકીટ જાહેર થતા ની સાથે જ દૂર કરવામાં આવતાં પુર્વ ધારાસભ્યની નારાજગી બહાર આવી હતી.

અન્ય સમાચારો પણ છે...